• Gujarati News
  • પ્રોડક્ટ જેનાથી લુક બદલવો આસાન

પ્રોડક્ટ જેનાથી લુક બદલવો આસાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોરિયલ પેરિસ બટરફ્લાઇ મસ્કારા : થિકલેશ ક્યારેય પણ ટ્રેન્ડની બહાર નથી હોતી. તેમાં એસિમિટ્રિકલ લેશ લાઇન શેપ છે જેનાથી લેશને કર્વ અને કર્લ કરવા ફેસ્ટિવ લૂક સરળતાથી મળી જાય છે. કોકૂન ફાઇબરથી બનેલા તેના ખઆસ બ્રશથી લેશને નુકસાન પહોંચતુ નથી. હાઇ વોલ્યુમ ઇફેક્ટથી સારી કર્લ બને છે. કિંમત:~ 850

બોડી શોપ ટી ટ્રી ફ્લોલેસ બીબી ક્રીમ : હાલનાદિવસોમાં બીબી ક્રીમ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એવામાં બીબી સેગમેન્ટમાં બોડી શોપની ક્રીમ નવી એન્ટ્રી છે. તેની ખાસિયત છે કે તે બ્લેમિશ્ડ સ્કિનની પણ સારી રીતે સંભાળ રાખી શકે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ઓર્ગોનિક ટી-ટ્રી ઓઇલ છે જે ચહેરા પર લગભગ તમામ દાગ-ધબ્બાને છુપાવીને ચહેરાનો નિખાર લાવે છે. -કિંમત: ~ 1,095

બોબી બ્રાઉન રિચ લિપ શેડએક્સ્ટેશન: લેટેસ્ટકલેક્શન છે. તેમાં અનેક પ્રકારના રંગ જેવા કે પેલ પિંકથી કોરલ ટોન્સ છે. પ્રકારના આયોજનમાં સુંદર દેખાશો. ખાસ પ્રકારની લિપસ્ટિકને ટ્રાન્સ્યુલેટ બેઝ બનાવવામાં આવી છે. મોઇશ્ચરાઇઝિંગ લિપ્સ માટે તે બેસ્ટ છે. -કિંમત: ~ 2100

ગાર્નિયર ફ્રૂટિસ ટ્રિપલ ન્યૂટ્રિશન સ્ટ્રેથનિંગ

શેમ્પુ:પ્રદૂષણની સૌથી વધારે અસર વાળ ઉપર જોવા મળે છે.આ નવી પ્રોડક્ટમાં ઓલિવ, આલમંડ, કોકોનટ ઓઇલ અને ફ્રૂટ વિટામિન્સ છે. - કિંમત: ~ 230

એવેને એલ્યુએઝ એન્ટી-રિંકલ

કોન્સન્ટ્રેટ:ઉમરની સાથે કોલેજન ફાઇબર ઓછું થવાના કારણે ત્વચા પોતાનુ સ્ટ્રક્ચર ગુમાવવા લાગે છે. તેનાથી રિંકલ દેખાવા લાગે છે. રિંકલ અને ઉંમરની સાથે આવતા દાગને છૂપાવવા માટે ક્રિમથી વધુ સારું કશું નથી. -કિંમત : ~1,200