• Gujarati News
  • બિગ બોસનું નવું ગતકડું | સન્ની લિયોનીથી કંટાળેલા દર્શકો નવો ચહેરો શોધી રહ્યા છે

બિગ બોસનું નવું ગતકડું | સન્ની લિયોનીથી કંટાળેલા દર્શકો નવો ચહેરો શોધી રહ્યા છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિયા ખલીફા પોર્નોગ્રાફીના પ્રચાર માટે ભારત આવશે?

બોસ સ્પર્ધામાં ભારતીય મૂળની પોર્નસ્ટાર સન્ની લિયોનીનો પ્રવેશ થયો તે પછી ભારતમાં પોર્નોગ્રાફીના ઉદ્યોગે જબરદસ્ત પ્રગતિ કરી છે. આજે મોબાઇલ કંપનીઓ જે ડેટાના પ્લાન વેચે છે, તેમાંના ૬૦ ટકાનો ઉપયોગ ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી જોવા માટે થાય છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસે ભારતીય નાગરિકોના પોતાના ઘરની ચાર દિવાલો વચ્ચે પોર્નોગ્રાફી જોવાના અધિકારની વકીલાત કરી તેને પગલે અમેરિકાના પોર્નોગ્રાફી ઉદ્યોગને ભારતમાં ધંધો કરવાનું જાણે લાઇસન્સ મળી ગયું છે. પોર્નોગ્રાફીના ઉદ્યોગમાં કાયમ એવું બનતું હોય છે કે દર્શકો એકના એક પોર્નસ્ટારને જોઇને પણ ઉબકી જતા હોય છે, માટે નિતનવા કલાકારોની તેમાં ભરતી કરતા રહેવું પડે છે. ભારતના દર્શકો પણ હવે સન્ની લિયોનીથી કંટાળી ગયા હોવાનું જણાય છે, માટે બિગ બોસના સંચાલકો મિયા ખલીફા નામની બ્રાન્ડ ન્યુ પોર્નસ્ટારને મેદાનમાં લાવવાનું વિચારી રહ્યા છે. મૂળ લેબેનોનની પણ અમેરિકા જઇને વસેલી મિયા ખલીફા દેખાવમાં ભારતીય નારી જેવી છે અને વિવાદો પેદા કરવા માટે મશહૂર છે.

અમેરિકામાં પોર્નોગ્રાફીના ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે ૧૦૦ કરોડ ડોલરનું છે. એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખાતા ઉદ્યોગમાં દર વર્ષે સેંકડો પોર્નસ્ટારો પેદા થાય છે. તેમની શેલ્ફ લાઇફ માંડ પાંચથી સાત વર્ષની હોય છે. દરમિયાન તેમને વારંવાર જાતીય સતામણીનો અને છેતરપિંડીનો પણ ભોગ બનવું પડતું હોય છે. પોર્નસ્ટાર તરીકે મળતી બદનામીને કારણે તેમની કૌટુંબિક અને સામાજીક જિંદગી ખોરવાઇ જતી હોય છે. ૧૮ વર્ષની ઉંમરે પોર્ન ઉદ્યોગમાં પદાર્પણ કરનારી યુવતીએ ૨૫ વર્ષની ઉંમરે ફરજિયાત નિવૃત્તિ લઇ લેવી પડે છે. સન્ની લિયોનીને પણ પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં રિટાયર થવાની ફરજ પડી તે પછી તે ભારતમાં આવી હતી અને બોલિવૂડની ‘બી’ થી ‘ડી’ ગ્રેડની ફિલ્મોમાં છવાઇ ગઇ હતી. આજે પણ આબરૂદાર કલાકારો તેના સાથે કામ કરવા તૈયાર થતા નથી.

મિયા ખલીફાનો જન્મ લેબેનોનમાં થયો હતો. મિયા ૧૦ વર્ષની થઇ ત્યારે તેનાં માતાપિતા અમેરિકા રહેવા ચાલ્યાં ગયાં હતાં. ૧૮ વર્ષની કુમળી વયે તેણે અમેરિકાના પોર્ન ઉદ્યોગમાં પદાર્પણ કર્યું હતું. જોતજોતામાં તે અમેરિકાની સૌથી વિખ્યાત પોર્નસ્ટાર બની ગઇ હતી. મિયા મુસ્લિમ હોવાથી તેને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળવા લાગી હતી.

ઇસ્લામમાં મહિલાઓની સુરક્ષા માટે અને તેમનાં ચારિત્ર્યનાં રક્ષણ માટે તેમને હિજબ પહેરવાનો રિવાજ પ્રવર્તમાન છે. મિયાએ રિવાજની ઠેકડી ઉડાવતા હિજબ પહેરીને પોર્ન વીડિયોમાં કામ કર્યું હતું. કારણે ટ્વિટર ઉપર ઇસ્લામિક સ્ટેટનો જિહાદી જોન મિયાનું માથું વાઢવાની તૈયારી કરતો હોય તેવી ઉપજાવી કાઢેલી તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. મિયાએ લેબેનોનના લોકોને વણમાગી સલાહ આપી હતી કે તમે મારી ચિંતા કરવાને બદલે ઇસ્લામિક સ્ટેટનો મુકાબલો કેવી રીતે કરવો તેની ચિંતા કરો. મિયાએ પોર્ન ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી લેબેનોનમાં રહેતા તેના સગાવહાલાએ તેનાં માતાપિતા સાથે બોલવાનું બંધ કરી દીધું છે. કારણે મિયાના માતાપિતાને એવું જાહેર કરવાની ફરજ પડી હતી કે તેમણે મિયા સાથેના બધા સંબંધો કાપી નાખ્યા છે.

ભારતીય એડલ્ટ દર્શકોમાં લોકપ્રિય થયેલી સિરિયલ કાયમ નવાં ગતકડાંની શોધમાં હોય છે. પોર્નસ્ટાર સન્ની લિયોનીને બિગ બોસમાં સામેલ કરવામાં આવી ત્યારથી તેના ટીઆરપીમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે. ક્યારેક સ્વામી અગ્નિવેશ તો ક્યારેક રાહુલ મહાજન જેવા રાજકારણીને બિગ બોસમાં બોલાવીને તેઓ કાયમ ઉત્તેજના પેદા કરવા મથતા હોય છે. તાજેતરમાં રાધે માનો કિસ્સો બહુ ગાજ્યો ત્યારે કોઇએ વાત વહેતી કરી હતી કે રાધે મા પણ બિગ બોસ-૯માં સામેલ થવાનાં છે. ભડકી ઉઠેલાં રાધે માએ બદનક્ષીનો દાવો કરવાની ધમકી આપી ત્યારે અફવાઓ અટકી હતી. હવે બિગ બોસના નિર્માતાએ મિયા ખલીફાનો સંપર્ક સાધ્યો છે. મિયા જો રાજી થશે તો તેને નવી સિઝનમાં પ્રારંભથી સામેલ કરવામાં આવશે; અથવા તેને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પણ મળી શકે છે.

સન્ની લિયોનીએ ઇ.સ.૨૦૧૧માં બિગ બોસ સિરિયલ દ્વારા ભારતના ગ્લેમર વર્લ્ડમાં પદાર્પણ કર્યું હતું. ઇ.સ.૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૪ દરમિયાન ગૂગલ ઉપર તે સૌથી વધુ શોધાતી ભારતીય હસ્તી બની હતી. ઇન્ટરનેટ પર તેની ડિમાન્ડ ખાન બંધુઓ અને ચૂંટણીનાં વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ વધુ હતી. બિગ બોસના એન્કર સલમાન ખાને સન્ની લિયોનીને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ અપાવ્યું હતું, પણ તે તમામ ફિલ્મો ફ્લોપ ગઇ હતી. ભારતના દર્શકોને સન્ની લિયોનીની સેન્સર કરેલી ફિલ્મો જોવામાં બિલકુલ રસ નહોતો. તાજેતરમાં સન્ની લિયોનીની રબ્બરના ગર્ભનિરોધકની ટીવી પર આવતી જાહેરખબરે રાજકારણીઓમાં પણ ખળભળાટ પેદા કર્યો હતો.

સન્ની લિયોની પોર્નોગ્રાફી ઉદ્યોગમાંથી રિટાયર થયા પછી ભારત આવી હતી તો પણ તેણે ભારતીય સમાજમાં અનેક વિવાદો પેદા કર્યા હતા. સન્ની લિયોની ભારતમાં અશ્લીલતાનો પ્રચાર કરી રહી છે, તેવા આક્ષેપ સાથે તેની સામે પોલિસ કેસો પણ થયા હતા. મિયા ખલીફા તો પોર્નોગ્રાફીના ઉદ્યોગમાંથી રિટાયર થયા વિના ભારતના ગ્લેમર વર્લ્ડમાં આવી રહી છે, માટે તેને લઇને વધુ વિવાદો પેદા થવાના છે. વિવાદોનો ફાયદો બિગ બોસને થશે. ભારતમાં પોર્નોગ્રાફીનો ઉદ્યોગ એક મોટી છલાંગ મારવાની તૈયારીમાં છે, જેનો નફો વધારવા મિયા ખલીફા ભારત આવી રહી છે.

@sanjay.vora@dbcorp.in