• Gujarati News
  • અમુક લોકોની પરવાહ નથી, દેશ મને ચાહે છે : સાનિયા

અમુક લોકોની પરવાહ નથી, દેશ મને ચાહે છે : સાનિયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેદાનપર હંમેશાં શાનદાર પ્રદર્શનની સાથે સાથે વિવાદોમાં રહેતી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અમુક લોકો તેના વિશે શું ટિપ્પણી કરે છે તે અંગે પરવાહ કરતી નથી. તેના જણાવ્યા પ્રમાણે અમુક લોકો તેને ધિક્કારે છે પરંતુ ભારતમાં એના કરતાં તેના પ્રશંસકોની સંખ્યા વધુ છે. સંયોગ કહી શકાય કે યુએસ ઓપનમાં બંને વખત ટાઇટલ જીત્યા પહેલા તેની સાથે વિવાદ સંકળાયો હતો. તેણે બે દિવસ પહેલા યુએસ ઓપન વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. તેના થોડા સમય અગાઉ એક ખેલાડીએ તેને પ્રતિષ્ઠિત ખેલ રત્ન પુરસ્કાર આપવા બદલ વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેની સામે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગયા વર્ષે પણ બ્રાઝિલના બ્રુનો સોરેસ સાથે યુએસ ઓપન મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યા પહેલા એક રાજકારણીએ તેને નવનિર્મિત તેલંગાણા રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયાનો વિરોધ કર્યો હતો. સાનિયાએ ન્યૂયોર્કથી પરત આવ્યા બાદ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું અમુક લોકો મારા વિશે શું કહે છે તેની પરવાહ કરતી નથી. હું ક્યારેય અખબાર વાંચતી નથી. હંમેશા ટેનિસ રમું છું.

હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરું છું અને એમાં મને આનંદ મળે છે. તેથી હું અન્ય લોકો મારા વિશે શું વાત કરે છે તે અંગે ધ્યાન આપતી નથી. મને ખબર છે કે દેશના બાકી લોકો મને પસંદ કરે છે.

સમગ્ર ધ્યાન ટેનિસ પર હોવાનો સાનિયાનો મત