• Gujarati News
  • ચોમાસું આગળ ધપવાની ગતિ ધીમી પડતા વિલંબ થવાની શક્યતા વધી

ચોમાસું આગળ ધપવાની ગતિ ધીમી પડતા વિલંબ થવાની શક્યતા વધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરળમાંદક્ષિણ-પશ્ચિમી ચોમાસુ મંદ ગતિને કારણે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની તારીખ ચૂકી ગયું છે. એટલે કેરળમાં ચોમાસાના આરંભમાં વિલંબ થયો છે. સામાન્ય રીતે કેરળમાં સત્તાવાર રીતે પહેલી જૂને ચોમાસુ શરૂ થાય છે પરંતુ વર્ષે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ 30મી મેના રોજ દક્ષિણના રાજ્યોમાં ચોમાસુ પહોંચી જવાની આગાહી કરી હતી. અંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોન્સૂન ત્રણ દિવસ પહેલા એટલે 16મી મેએ ...અનુસંધાનપાના નં.6

શરૂથઇ ગયું છે. જો કે ત્યાર પછી મોન્સૂનની ગતિ મંદ પડી ગઇ છે. 21મી મે સુધી દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ બંગાળની ખાડીમાં શ્રીલંકાના દક્ષિણી ભાગો સુધી પહોંચ્યુ હતું પરંતુ ત્યાં એક સપ્તાહથી અટકી ગયું છે.

છેલ્લા24 કલાકમાં કર્ણાટકમાં સારો વરસાદ પડ્યો

છેલ્લા24 કલાકમાં કર્ણાટકમાં સારો વરસાદ પડ્યો છે. 28મી મે ના રોજ કેરળમાં પણ સારો વરસાદ પડ્યો હતો. કેરળના અર્નાકુલમના પમ્પાકુડામાં 55 એમએમ, કોટ્ટાયમમાં 37 એમએમ અને થિરિસુરમાં 30 એમએમ વરસાદ પડ્યો હતો.