• Gujarati News
  • પાક. દ્વારા પોરબંદરની સાત બોટનાં અપહરણની આશંકા

પાક. દ્વારા પોરબંદરની સાત બોટનાં અપહરણની આશંકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનમરીન સિક્યુરીટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય બોટો અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. આજે વધુ 7 જેટલી બોટ અને 40 જેટલા બોટના અપહરણ થયાની આશંકાને પગલે પોરબંદર સહિતના સૌરાષ્ટ્રભરના માછીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જો કે સત્તાવાર રીતે અપહરણ થયાનું જાહેર થયું નથી અને હાલના તબક્કે માત્ર અફવા હોવાનું માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું.

ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી ભારતીય બોટોનું પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા સમયાંતરે માછીમાર સાથે અપહરણ કરવામાં આવે છે. આજે પણ મોડી સાંજે પોરબંદર સહિતના બંદરોમાં એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા 7 બોટ અને 40 જેટલા ખલાસીઓના અપહરણ કરી જવામાં આવ્યા છે. જેને પગલે બોટમાલિકો અને માછીમાર આગેવાનો ચિંતીત બન્યા હતા જો કે બાબતે નેશનલ ફિશ ફોરમના સેક્રેટરી મનિષભાઈ લોઢારીએ એવું જણાવ્યું હતું કે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. હાલ તો માત્ર અફવા છે. થોડા દિવસો પૂર્વે પણ પાક દ્વારા ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હતા આજે ફરી અપહરણના સમાચાર વહેતા થતા માછીમાર આગેવાનોએ ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાત વાયુ વેંગે ફેલાતા માછીમાર સમાજમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.