• Gujarati News
  • National
  • ત્રીજો તબક્કો ભારત માટે ખરાબ રહ્યો

ત્રીજો તબક્કો ભારત માટે ખરાબ રહ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) : 300

ભારત(પ્રથમ દાવ) રન બોલ 4 6

રાહુલકો.વોર્નર બો. કમિન્સ 60 124 9 1

વિજય કો.વેડ બો. હેઝલવુડ 11 36 2 0

પૂજારા કો.હેન્ડ્સકોમ્બ બો.લાયન 57 151 6 0

રહાણે કો.સ્મિથ બો. લાયન 46 104 7 1

નાયર કો.વેડ બો.લાયન 5 16 1 0

અશ્વિન એલબી બો.લાયન 30 49 4 0

સાહા રમતમાં 10 43 1 0

જાડેજા રમતમાં 16 23 0 2

એકસ્ટ્રા : 13. કુલ : (91 ઓવરમાં, 6 વિકેટે) 248. બોલિંગ : હેઝલવુડ : 18-6-40-1, કમિન્સ : 21-5-59-1, નાથાન લાયન : 28-5-67-4, ઓકીફ : 24-4-69-0.


ત્રીજો તબક્કો ભારત માટે ખરાબ રહ્યો

ટી-ટાઇમબાદ પૂજારાએ ટીમના સ્કોરમાં ચાર રન ઉમેર્યા હતા અને તે 157ના સ્કોરે લાયનની બોલિંગમાં હેન્ડ્સકોમ્બ દ્વારા કેચઆઉટ થયો હતો. તેણે 151 બોલમાં બાઉન્ડ્રી વડે 57 રન બનાવ્યા હતા. તેણે 55મી ઓવરમાં બાઉન્ડ્રી વડે અડધી સદી પૂરી કરી હતી. નાયર (5) વધુ એક વખત નિષ્ફળ રહ્યો હતો. નાયર બાદ અશ્વિને (30) થોડોક સંઘર્ષ કર્યો હતો અને તેણે રહાણે સાથે 49 રનની ભાગીદારી નોંધાવી હતી. લાયને રહાણેને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. રહાણે 104 બોલમાં સાત બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે 46 રન બનાવીને આઉટ થયો હતો. રહાણે બાદ લાયને અશ્વિનને પણ પેવેલિયન પરત મોકલ્યો હતો.

રવિન્દ્રજાડેજાની ‘ડબલ’ની સિદ્ધિ

ઓલરાઉન્ડરજાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન તથા 100 પ્લસ વિકેટ ઝડપનાર 10મા ભારતીય ખેલાડી તરીકેની સિદ્ધિ મેળવી હતી. યાદીમાં અશ્વિન મોખરાના સ્થાને છે. જાડેજાએ 2016-17ની સિઝનમાં 500 રન તથા 50 વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી.

85 વર્ષમાં પ્રથમ વાર ભારતીય બેટસમેને સિઝનમાં 1300 બનાવ્યા

ટી ટાઈમ બાદ ભારતે 67 રનમાં 4 વિકેટ ગુમાવી, ત્રીજી-ચોથી ઇનિંગ્સમાં બેટિંગ કરવી મુશ્કેલ બનશે

લાયન સામે ભારતની શરણાગતિ

નિર્ણાયક ટેસ્ટ| ભારત વિકેટે 248, હજુ 52 રન પાછળ, રાહુલ 60, પૂજારા 57, લાયન 67 રનમાં ચાર વિકેટ

અન્ય સમાચારો પણ છે...