• Gujarati News
  • ઠળિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત, 14 ને ઈજા

ઠળિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત, 14 ને ઈજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાતાલુકાનાં વાવડી (શેળાવદર) ગામેથી દર મહીને બગદાણા તિર્થ ધામમાં સેવા અર્થે જતા મહીલા મંડળની રીક્ષાને ઠળીયા નજીક અકસ્માત ગનડતાં એક મહીલાનું મોત થયુ છે. જ્યારે અન્ય 14ને ઇજા થઇ હતી.

તળાજાનાં વાવડી (ફુલસર) ગામેથી દર મહીનાની 7 તારીખે બગદાણા ગુરૂઆશ્રમમાં આખો દિવસ સેવાર્થે 18 જેટલી સત્સંગી મહીલાઓ બે વાહનમાં સવારે બગદાણા જઇ રહ્યા હતા. દરમિયાન બે પૈકી એક અતુલ રીક્ષાનું આગળનું ટાયર ઠળીયા નજીક ધડાકા સાથે ફાટતા રીક્ષા પલ્ટી ખાઇ ગયેલ જેમાં સવાર વાવડી ગામનાં 10 થી 12 મહીલાઓ પૈકી કૈલાસબેન દેવરાજભાઇ બારૈયા (ઉ.વ.45નું ગંભીર ઇજા થવાથી મોત નિપજેલ તેમજ કાંતુબેન ખોડાભાઇ, મંજુબેન દેવરાજભાઇ, શાંતુબેન ભીમજીભાઇ, મંજુબેન જાદવભાઇ, લાભુબેન રાજુભાઇને તળાજા સરકારી હોસ્પિટલમાં પ્રાથમીક સારવાર આપી ફ્રેક્ચર સહિત ગંભીર ઇજા જણાંતા વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા. જ્યારે અન્ય ચાર થી પાંચ મહીલાઓને સામાન્ય ઇજા થઇ હતી. અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.