તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 12,000 સ્ક્રીન પર રિલીઝ | કટઆઉટપર 50,000 લિટર દૂધનો અભિષેક થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12,000 સ્ક્રીન પર રિલીઝ | કટઆઉટપર 50,000 લિટર દૂધનો અભિષેક થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દક્ષિણ ભારતનો સુલતાન બનશે કબાલી

ક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતની કબાલી ફિલ્મ રિલીઝ થઇ રહી છે ત્યારે તામિલનાડુના દૂધવાળાઓએ ‘થલાઇવા’ના ભક્તોને વિનંતી કરી છે કે તેઓ ફિલ્મના રિલિઝ વખતે રજનીકાંતના લાકડાના કટઆઉટને દૂધનો અભિષેક કરવાનું છોડી દે, કારણ કે તેને કારણે તામિલનાડુનાં ગરીબ બાળકોને દૂધ વગર રહેવું પડશે. જે સિનેમા થિયેટરમાં રજનીકાંતની ફિલ્મ રિલીઝ થવાની હોય તેની બહાર ‘થલાઇવા’ના ૫૦થી ૧૦૦ ફીટ ઊંચા લાકડાના કટઆઉટ મૂકવામાં આવે છે. ફિલ્મના પ્રિમિયરના દિવસે કટઆઉટનો દૂધથી પ્રક્ષાલ કરવામાં આવે છે, ફટાકડા ફોડવામાં આવે છે, અને મિઠાઇઓ વહેંચવામાં આવે છે. તા. ૨૨ જુલાઇએ રીતે ૫૦,૦૦૦ લિટર દૂધ વપરાઇ જવાની ધારણા છે. તેને કારણે ચેન્નાઇની કોઇ ચાની દુકાનમાં ચા પણ કદાચ નહીં મળે.

કબાલી ફિલ્મ દુનિયાભરમાં ૧૨,૦૦૦ સ્ક્રીન પર એકસાથે રિલીઝ થઇ રહી છે. તેની સરખામણીએ સલમાન ખાનની સુલતાન ફિલ્મ માત્ર ૬,૦૦૦ સ્ક્રીન પર રિલીઝ થઇ હતી. થોડા દિવસ પહેલા યુ-ટ્યૂબ પર કબાલીનું ટ્રેઇલર રિલીઝ કરવામાં આવ્યું તેને ગણતરીના દિવસોમાં અઢી કરોડ હિટ્સ મળ્યા હતા, જે એક નવો વિશ્વવિક્રમ છે.

૬૫ વર્ષના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કબાલી અનેક નવા વિક્રમો સર્જવાની તૈયારીમાં છે. ફિલ્મ ઉત્તર ભારતમાં પણ આશરે એક હજાર સ્ક્રીન પર રિલીઝ થવાની છે. કબાલી પહેલી ભારતીય ફિલ્મ હશે, જે એશિયાના તમામ દેશોમાં એક સાથે રિલીઝ થવાની છે. એકલા ચીનમાં તે ૪,૫૦૦ સ્ક્રીન પર રિલીઝ થવાની છે. જપાન, મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં પણ તે ૩૦૦-૩૦૦ સ્ક્રીન પર રિલીઝ થવાની છે. કબાલી ફિલ્મ ચીનમાં આટલા બધા સ્ક્રીન પર રિલીઝ થવાની છે તેનું રહસ્ય છે કે તેમાં તાઇવાનના સુપરસ્ટાર વિન્સ્ટન ચાઓની મહત્ત્વની ભૂમિકા છે. ઇન્ટરનેશનલ સુપરસ્ટાર ગણાતો વિન્સ્ટન ચીનમાં અત્યંત લોકપ્રિય છે. તે જેકી ચાન સાથે પણ કામ કરી ચૂક્યો છે.

સલમાન ખાનની સુલતાન ફિલ્મે રિલીઝ થયાના પહેલા સપ્તાહમાં ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પણ કબાલી ફિલ્મ તો પહેલા ત્રણ દિવસમાં એટલી કમાણી કરી લેશે તેવું માનવામાં આવે છે. તામિલનાડુની સરકારે ફિલ્મોની ટિકિટના ભાવો નિયંત્રિત કરેલા છે. તામિલનાડુમાં કોઇ પણ ફિલ્મની ટિકિટ ૧૨૦ રૂપિયાથી વધુ કિંમતે વેચી શકાતી નથી. કારણે કબાલી ફિલ્મ માટે પણ ૫૦,૮૦ અને ૧૨૦ રૂપિયાના ભાવો રાખવામાં આવ્યા છે. તેની સરખામણીએ મુંબઇ અને બેંગલુરુ જેવાં શહેરોમાં સલમાન ખાનની સુલતાન ફિલ્મની ટિકિટો ૧,૫૦૦ રૂપિયા જેવી ઊંચી કિંમતે વેચાઇ હતી. સુલતાન ફિલ્મ ૧,૫૦૦ રૂપિયામાં ટિકિટો વેચીને જો ૨૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે તો કબાલી ફિલ્મ દ્વારા ૧૨૦ રૂપિયામાં ટિકિટ વેચીને કરવામાં આવેલું ૨૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન દસ ગણું મનાવું જોઇએ.

અમેરિકાનાં ૪૦૦ થિયેટરોમાં કબાલી ફિલ્મ રિલીઝ થવાની છે. તેનું બૂકિંગ શરૂ થયું તેના બે કલાકોમાં પહેલા ત્રણ દિવસની ટિકિટો વેચાઇ ગઇ હતી. ચેન્નાઇનાં બધાં થિયેટરો તેમના લગભગ બધા સ્ક્રીનમાં દિવસભર કબાલી ફિલ્મ દેખાડવાના છે. એસપીઆઇ સિનેમા દ્વારા ચેન્નાઇમાં કુલ ૨૭ સ્ક્રીનો પર ફિલ્મો દેખાડવામાં આવે છે. તેના રોજના ૯૬ શો કબાલી ફિલ્મના દર્શાવવામાં આવશે. ત્રણ દિવસના ૨૮૮ શોનું બૂકિંગ પહેલા ત્રણ કલાકમાં હાઉસફુલ થઇ ગયું હતું. ચેન્નાઇનાં થિયેટરોમાં કબાલીની ટિકિટ મળવાની સંભાવના હોવાથી ઘણા દર્શકો ફિલ્મ જોવા માટે ખાસ કોઇમ્બતુર જવાની યોજના બનાવી રહ્યા છે.

શુક્રવારે ઓફિસમાં ગૂટલી મારીને કબાલી જોવા માટે કર્મચારીઓ ક્યાં બહાનાંઓ કાઢશે તેના જોક્સનો સોશિયલ મીડિયા પર રાફડો ફાટ્યો છે. સોશિયલ મીડિયા પર તો એવી અફવા પણ ચાલી રહી છે કે લોકલાગણીને માન આપીને તા.૨૨ જુલાઇએ મળસકે એક વાગ્યે કબાલી ફિલ્મનો ખાસ શો રાખવામાં આવશે. જોકે માત્ર અફવા છે.

કબાલી ફિલ્મ માટે આટલી બધી ઇંતજારી પેદા થવાનું કારણ છે કે તેમાં રજનીકાંત તેની પોતાની ઉંમરના ડોનની ભૂમિકા ભજવવાનો છે. રજનીકાંતે ઇ.સ.૧૯૯૪માં બાશા ફિલ્મમાં ડોનની ભૂમિકા ભજવી હતી ત્યાર પછી તે પહેલી વખત ડોનની ભૂમિકા ભજવવાનો છે. ફિલ્મની કથા મલેશિયાની પાર્શ્વભૂમિમાં આકાર ધારણ કરે છે. તેમાં રજનીકાંતનો મુકાબલો તામિલનાડુ ઉપરાંત ચીની અને મલેશિયન માફિયાઓ સાથે પણ થાય છે. કારણે રજનીકાંત ફિલ્મમાં તમિળ ઉપરાંત મલય અને ચીનની મેન્ડેરિન ભાષા પણ બોલવાનો છે. કારણે ચીન તેમ મલેશિયા જેવા દેશોમાં ફિલ્મ બાબતમાં ઉત્સુકતા પેદા થઇ છે.

રજનીકાંતે તેની લાંબી ફિલ્મ કારકિર્દીમાં ૧૫૮ ફિલ્મો કરી છે. કબાલી તેમની ૧૫૯મી ફિલ્મ હશે. તેની ૧૫૮ પૈકી આશરે ૧૨૫ ફિલ્મો હિટ પુરવાર થઇ છે. રજનીકાંતની છેલ્લી હિટ ફિલ્મ અંથિરન ઇ.સ.૨૦૧૦માં આવી હતી. ત્યાર બાદ ઇ.સ.૨૦૧૪માં તેની બે ફિલ્મો ફ્લોપ ગઇ હતી, જેમાં તેની પુત્રી સૌંદર્યા દ્વારા ૧૪૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલી ફિલ્મ કોચડાઇયાનનો પણ સમાવેશ થતો હતો.

રજનીકાંતમાં અને હિન્દી ફિલ્મોના સુરસ્ટારોમાં તફાવત છે કે રજનીકાંત જ્યારે શૂટીંગ કરતા હોય ત્યારે સામાજીક કાર્યક્રમોમાં કોઇ પણ જાતના મેકઅપ વગર કે વિગ વગર હાજર રહે છે. રજનીકાંતનો ગુણ તેમને ફિલ્મોમાં નહીં, જાહેર જીવનમાં પણ સુપરસ્ટાર બનાવે છે.

@sanjay.vora@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો