તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ વિન્ડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેનાન | દૃશ્યલુઓયાંગમાં ચાલી રહેલા કેમ્પિંગ ફેસ્ટિવલનું છે. લાઓજુન માઉન્ટેન પર 1700 મીટરની ઊંચાઇએ કેમ્પમાં 100થી વધારે કેમ્પર્સ આવી પહોંચ્યા છે અને આટલી સાંકડી રેલિંગ ટેન્ટ લગાવીને રહી રહ્યા છે પરંતુ તેમનું કહેવું છે કે, અહીંથી વાદળ અને સમુદ્રનો અદભુત નજારો જોવા મળે છે. કેમ્પર્સ સવારે યોગ કરવામાં લાગી જાય છે.

કાઠમંડુ | નેપાળમાંશ્રાવણ મહિનામાં પશુપતિનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. સોમવારના રોજ સ્થાનિક શ્રદ્ધાળુઓ ભજન ગાતા મંદિરે પહોંચ્યાં હતાં. નેપાળી કેલેન્ડર મુજબ, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હતો. પશુપતિનાથ મંદિરના વ્યવસ્થાપકો મુજબ, સવારના બે વાગ્યાથી દર્શન માટે લાઇનો લાગી હતી.

નવી દિલ્હી | દક્ષિણઆફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનો જન્મદિવસ (18 જુલાઇ) દુનિયાભરમાં ઉજવાયો હતો. તેમની યાદમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં સોમવારે દિલ્હીની શાળાનાં બાળકોએ નેલ્સન મંડેલા ઇન્ટરનેશનલ ડે ઉજવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના રાજદૂત ફ્રાન્સેસ કે.મોરુલે પણ તેમની સાથે જોડાવા ત્યાં આવી પહોંચ્યા હતા.

નીસ | ફ્રાન્સનારાષ્ટ્રીય દિવસ પર આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે રાષ્ટ્રીય શોક દિવસ મનાવાયો હતો. સોમવારના રોજ હજારો સ્થાનિકો આવી પહોંચ્યા હતા. મૃત લોકોના આત્માને શાંતિ મળે તે માટે બધા મૌન પાળ્યું હતું. હુમલામાં 84 લોકો માર્યા ગયા હતા. તેમજ 50 થી વધુ લોકો ઘવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો