તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેદીઓમાં ઉત્સાહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતનીલાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓ પૈકીના 16 પેઇન્ટર કેદીઓના પેન્ટીંગ્સનું આવતા મહિને એક્ઝિબિશન કમ સેલનું આયોજન જેલ તંત્રએ કર્યું છે. કેદીઓના પેન્ટીંગ્સનું પ્રકારનું આટલા મોટા પાયે પ્રથમ વખત સુરતમાં આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં પહેલા વડોદરામાં આયોજન થયું છે પરંતુ તે નાના પાયે હતું.

દેશની અત્યાધુનિક જેલો પૈકીની એક સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં 2.5 હજારથી વધુ કેદીઓ છે. તે પૈકી ઘણા કેદીઓમાં કોઇને કોઈ આ‌વડત કે કલા ધરબોયેલી છે.

આવા કેદીઓની કલા કે આવડત બહાર આવે તે માટે જેલતંત્ર પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગ રૂપે જેલ તંત્રે લાજપોર જેલમાં બંધ કૈદીઓ પૈકીના એવા કેદીઓ કે જેઓ પેન્ટીંગ્સ બનાવી શકે તેઓને ભેગા કરીને તેમને પેન્ટીંગ્સ બનાવવાનું કહ્યું. સાથે પેન્ટીંગ્સનું એક્ઝિબિશન કમ સેલની વાત કરી હતી. 16 કેદીઓ એવા હતા કે જેઓ પેન્ટીંગ બનાવી શકે છે.તેઓએ એક મહિનાની અંદર 100થી વધુ એક એકથી ચઢિયાતા પેન્ટીંગ્સ બનાવી નાખ્યા હતા. આગસ્ટ મહિનામાં જાહેર રજાના દિવસે અને શહેરના તમામ લોકો સહેલાઇથી પહોંચી શકે એવા સ્થળની પસંદગી કરવામાં આવશે. હાલ તમામ પેન્ટીંગ્સ ફ્રેમિંગમાં ગઇ છે.આ પેન્ટીંગ્સ વેચાણથી જે રકમ ભેગી થશે તે પૈકી અડધી રકમ કેદીને મળશે અને અકધી રકમ કેદી વેલ્ફેર ફંડમાં જમા થશે. એક્ઝિબિશનના કારણે કેદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં આટલા મોટા પાયે કેદીઓના પેન્ટીંગ્સનું પહેલી વખત એક્ઝિબિશન કમ સેલનું આયોજન છે. પહેલા વડોદરામાં કેદીઓના પેન્ટીંગ્સનું એક્ઝિબિશન કરા્યું હતું.હતુ પરંતુ તે નાના પાયે હતું. કેદીઓના પેન્ટીંગ્સનું એક કેટલોક બનાવવામાં આવ્યું છે. કેટલોક થ્રીડી કેટલોક છે. પ્રકારનું પેન્ટીંગ્સનું થ્રીડી કેટલોક પ્રથમ વખત બનાવાયું છે. આવા આયોજનથી કેદીઓ જેલમાંથી બહાર નીકળે ત્યારે સારુ જીવન જીવે તેવો પ્રયાસ છે.

કારણથી કેદીઓના પેન્ટિંગ્સનું આયોજન

કેદીઓપણ માનવ છે. તેઓના માનવ અધિકારોની પણ કદર થવી જોઇએ. તેઓ જામીન પર કે નિર્દોષ કે સજા પૂર્ણ કર્યા બાદ પણ જ્યારે તેઓ જેલમુક્ત થાય ત્યારે સમાજે તેમને ત્વરીત સ્વીકારી લેવા અને આવા કેદીઓ ફરીથી કોઇ ગુનો આચરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા પ્રકારનું આયોજન કરાય છે. ઘણા કેસમાં કોઈ વ્યક્તિથી અનાયાસે ગુનો થઈ જાય છે અને તેને સજા ભોગવવી પડે છે. ત્યારે આવા કાર્યક્રમો થકી તેમના માનસમાં સારી છાપ પાડી શકાય છે.

લાજપોર જેલના 16 કેદીનાં ચિત્રોનું એક્ઝિબિશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો