• Gujarati News
  • National
  • સરકારી કામની કાચબા ચાલ, 11 વર્ષમાં પણ બનાવી શક્યા જેલ, 6.32 કરોડની દીવાલો બનાવી મૂકી દીધી

સરકારી કામની કાચબા ચાલ, 11 વર્ષમાં પણ બનાવી શક્યા જેલ, 6.32 કરોડની દીવાલો બનાવી મૂકી દીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવપુરી | મધ્યપ્રદેશનાશિવપુરીના બડૌદી વિસ્તારમાં એબી રોડની પાસે આધુનિક જેલ બનાવવાનું કામ 11 વર્ષમાં પણ પૂરું થયું નથી. 2004-05માં 300 કેદીઓની ક્ષમતા વાળી જેલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ 3 ઓરડા બનાવ્યા પછી સરકાર દ્વારા મળેલું ફંડ પૂરું થઇ ગયું. છેલ્લાં 6 વર્ષથી જેલ બનાવવાનું કામ બંધ છે. જ્યારે ફક્ત દીવાલો બનાવવામાં 6.32 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. અત્યારસુધી 3 કોન્ટ્રાક્ટર જેલ બનાવવાનું કામ છોડી ચૂક્યા છે. વિભાગ 3 વખત એસ્ટિમેટ પણ રિવાઇઝ કરી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...