• Gujarati News
  • National
  • 24 વર્ષથી પિતાને જોયા નથી, પુત્રી કેવી રીતે પાક. જશે

24 વર્ષથી પિતાને જોયા નથી, પુત્રી કેવી રીતે પાક. જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
82વર્ષના પિતા પાકિસ્તાનમાં છેલ્લા શ્વાસ લઇ રહ્યા છે. પુત્રી તેમની સાથે એક મુલાકાતની તક હાંસલ કરવા માટે અધિકારીઓના રાઉન્ડ લગાવી રહી છે. બીજીબાજુ સમય ઝડપથી પસાર થઇ રહ્યો છે. પિતાની માંદગીના સમાચાર મળ્યાના બે મહિના થઇ ગયા છે. ત્યારથી બસીરા માઇ (45) એનઓસી મેળવવા માટે ઓફિસોના રાઉન્ડ લગાવી રહી છે. વહીવટીતંત્રે બસીરાનો પાકિસ્તાની પાસપોર્ટ ગુમાવી દીધો છે જે એનઓસી મળવાનો આધાર છે. પાકિસ્તાનના રહીમયારખાનમાં જન્મેલી બસીરા માઇ 24 વર્ષ પહેલા એટલે 1992માં શ્રીગંગાનગરમાં પોતાના સંબંધીઓને મળવા માટે ભારત આવી હતી. પિતા લક્ષ્મણ રામ અહીં નિકટના કાલિયાં ગામમાં ગોમંદરામ સાથે તેનાં લગ્ન કરી ગયા હતા. અે છેલ્લો દિવસ હતો, જે દિવસે બસીરાએ પિતાને જોયા હતા. ત્યાર પછી ક્યારેય બસીરા પાકિસ્તાનમાં તેના પિયરે ગઇ નથી. 2005ની 18મી ફેબ્રુઆરીએ બસીરાને ભારતીય નાગરિકતા પણ મળી ગઇ. બે મહિના પહેલા તેના ભાઇ રાવતરામનો ફોન આવ્યો, જાણ કરી કે પિતા માંદા છે. છેલ્લા દિવસોમાં મળવા માગે છે. બસીરાએ પણ પાકિસ્તાન જવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વિઝા માટે તેણે પતિની સાથે પાકિસ્તાની દૂતાવાસમાં અરજી પણ કરી દીધી છે પરંતુ પાકિસ્તાને જ્યારે તેની પાસે એનઓસી માગી તો તેની તૈયારીઓ અટકી ગઇ. કારણ કે જ્યારે બસીરાને ભારતીય નાગરિકતા મળી હતી ત્યારે તેનો પાકિસ્તાની પાસપોર્ટ વહીવટીતંત્રે જમા કરી લીધો હતો. કલેક્ટર કચેરીને બસીરાનો રેકોર્ડ મળી રહ્યો નથી. બસીરા કહે છે કે મેં સાંભળ્યું છે કે સરકારમાં કોઇ સુષમા સ્વરાજ છે. તેઓ બંને દેશોના લોકો માટે કામ કરે છે. કોઇ મારો દુખડો તેમના સુધી પહોંચાડી દે તો કદાચ હું પિતાને મળી શકું. બસીરાને કલેક્ટર કચેરીમાં બધા કહે છે કે તમારો રેકોર્ડ શોધી રહ્યા છીએ. બાબતના સંદર્ભમાં જ્યારે ભાસ્કરે એડીએમ (વટીવટીતંત્ર) કરતારસિંહ પૂનિયા સાથે વાત કરી તો તેઓ બોલ્યા - મામલો મારી જાણકારીમાં નથી. હું મામલાની તપાસ કરાવીશ અને ફરિયાદીની સંપૂર્ણ મદદ કરીશ.

અન્ય સમાચારો પણ છે...