• Gujarati News
  • National
  • ચીનમાં વરસાદ, પૂરમાં અનેક વાહનો તણાયાં, હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી

ચીનમાં વરસાદ, પૂરમાં અનેક વાહનો તણાયાં, હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેરિસ (ફ્રાન્સ) : ભારેમાત્રામાં પોલીસ દળોની હાજરીમાં પેરિસમાં મંગળવારના રોજ 10 હજારથી વધુ મજૂરોએ શ્રમ કાયદામાં પ્રસ્તાવિત સુધારાની સામે વિરોધ વ્યક્ત કરતા રેલી આયોજિત કરી હતી. દરમિયાન કેટલાક દેખાવકારો ઘાયલ થયા હતા. વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો. એફિલ ટાવર પણ બંધ રાખવામાં આવ્યું હતું. યુરો કપને લીધે વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની ગયું છે.

1954માં આજના દિવસે યુરોપના ફૂટબોલ સંઘોના સંગઠન યુએફા (યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિયેશન)ની સ્વિટ્ઝરલેન્ડના બાસેલ શહેરમાં રચના કરાઇ હતી. યુરોપિય ફૂટબોલમાં ચેમ્પિયન્સ લીગ, યુરોપિય ચેમ્પિયનશિપ સુપર કપ અને બીજી અન્ય ચેમ્પિયનશિપ આયોજિત કરવાની જવાબદારી યુએફાની છે. ઇટાલી, ફ્રાન્સ અને બેલ્જિયમ જેવા દેશના પ્રમુખ ફૂટબોલ સંગઠનોની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સંસ્થાની સ્થાપના થઇ હતી. ત્યારબાદ અનેક એશિયન દેશો જેમ કે કઝાકિસ્તાન અને ઇઝરાયેલ પણ તેમાં સામેલ થયા હતા. દરેક મુખ્ય ચેમ્પિયનશિપના મીડિયા રાઇટ્સ, કાર્યક્રમ અને પુરસ્કારો નક્કી કરવાની જવાબદારી પણ યુએફાની છે.

ખાસ : 11જૂનના રોજ રશિયા ઇંગ્લેન્ડની મેચમાં ભારે ધમાલ થયા બાદ બંને દેશોને યુરો 2016થી બહાર કાઢી દેવાની ચેતવણી અપાઇ હતી. જોકે સુરક્ષા વ્યવસ્થામાં ખામી હોવાનો સ્વીકાર કરાયો હતો.

હેફઇ (ચીન) : હેફઇપ્રાંતમાં અનહુઇ વિસ્તારમાં લાઇન એવા વાલીઓની છે જે તેમનાં બાળકોને સારા કિન્ડરગાર્ટન (નર્સરી)માં એડમિશન અપાવવા માટે લગભગ 24 કલાક સુધી એવા ઊભા રહ્યા હતા. અહીં એડમિશન લોટરી સિસ્ટમથી થાય છે. ઇન્ટરનેટ પર તેની આકરી ટીકા થઇ રહી છે. એક યુઝરે લખ્યું છે કે આટલો મોટો દેશ હોવા છતાં અાપણે એજ્યુકેશન સિસ્ટમ રેગ્યુલેટ નથી કરી શકતા.

ગુવાહાટી(આસામ) : વડાપ્રધાનના‘બેટી બચાવો-બેટી પઢાવો’ અભિયાનને દક્ષિણ એશિયાઇ દેશોમાં પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે યાત્રા પર નીકળેલ ચાર મહિલા બાઇકરો મંગળવારના રોજ ગુવાહાટી પહોંચી હતી. દરમિયાન તેઓ નેપાળ, ભૂતાન, મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, કમ્બોડિયા, વિયેતનામ, મલેશિયા અને સિંગાપોર પણ જશે. લગભગ દોઢ મહિનાની યાત્રા 11 જુલાઇએ સમાપ્ત થશે.

અમેરિકાના ફ્લોરિડાના ઓરલેન્ડો સ્થિત ગે નાઇટ ક્લબમાં થયેલી ગોળીબારની ઘટનામાં માર્યા ગયેલા લોકોને મંગ‌ળવારે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. તસવીરમાં ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં શ્રદ્ધાંજલી આપતા લોકો જણાઈ રહ્યા છે. પીડિતોની સ્મૃતિમાં તેમને ફૂલ ચઢાવી કે મીણબત્તી પ્રજ્વલતિ કરીને અંજલી આપવામાં આવી હતી.

લિઉઝોઉ (ચીન) : ચીનનાઅનેક પ્રાંતોમાં વરસાદને કારણે સ્થિતિ વણસી છે. લિઉઝોઉના ગુઆંગ્ઝી જુઆંગમાં પૂરના કારણે અનેક વાહનો તણાઇ ગયાં હતાં. ચીનના હવામાને વિભાગે દક્ષિણ ભાગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા લોકોને ભૌગોલિક આપત્તિઓની ચેતવણી આપી છે. વિભાગના જણાવ્યા મુજબ, અન્હુઇ, જિયાંગ્શી અને ઝેઝિયાંગ પ્રાંતમાં મુશળધાર વરસાદ વરસે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...