• Gujarati News
  • National
  • અલ્હાબાદ : ગંગાદશેરાના પ્રસંગે મંગળવારે અલ્હાબાદના સંગમ કિનારે લાખો શ્રદ્ધાળુઓએ

અલ્હાબાદ : ગંગાદશેરાના પ્રસંગે મંગળવારે અલ્હાબાદના સંગમ કિનારે લાખો શ્રદ્ધાળુઓએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ્હાબાદ : ગંગાદશેરાના પ્રસંગે મંગળવારે અલ્હાબાદના સંગમ કિનારે લાખો શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી હતી. શાસ્ત્રોના અનુસાર ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે.. દિવસે સ્વર્ગથી ગંગાની ધરતી પર અવતરણ થયું હતું તેથી દિવસને મહાપુણ્યકારી પર્વના રૂપમાં ઉજવવામાં આવે છે. દિવસે મોક્ષદાયિની ગંગાની પૂજા કરવામાં આવે છે. બુધવારે નિર્જળા એકાદશી (અગિયારસ) હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન કરે તેવી અપેક્ષા છે. ગંગા દશેરના દિવસે દાન-પુણ્યનું મહાત્મ છે. દિવસે દાનમાં સાથવો, માટલું અને હાથ પંખો દાન આપવાથી બમણું ફળ મળે છે. ગંગા દશેરના દિવસે કોઇ પણ નદીમાં સ્નાન કરીને દાન-પુણ્ય કરવાથી મનુષ્ય જાણે-અજાણ્યે કરેલાં ઓછામાં ઓછા દસ પાપોથી મુક્ત થાય છે. દસ પાપોનું હરણ થવાથી તિથિનું નામ ગંગા દશેરા પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...