લીગલ રિપોર્ટર. અમદાવાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીગલ રિપોર્ટર. અમદાવાદ

રાજ્યસરકાર કાયદા બનાવી તેના પાલન માટે એક તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન નથી કરતી અને બીજી તરફે રિટ થતાં હાઇકોર્ટના આદેશ બાદ લોકોમાં હોબાળો થાય તેે રીતે અમલ કરાવવા પ્રયાસો કેમ કરે છે તેવો વેધક સવાલ જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.એસ. સુપૈયાએ મંગળવારે સરકારને કર્યો હતો. ફાયર બ્રિગેડનો કાયદો 1997થી છે ત્યારે અત્યાર સુધી સરકારે શું કર્યું અને તમારા જવાબદાર અધિકારીઓ સામે પણ શું પગલા લેવાયા તેવો પણ પ્રશ્ન કર્યો હતો. હેલ્મેટ, ફાયર સેફ્ટી જેવા અનેક કાયદા છે તેનું પાલન થવું જોઇએ.

ફાયર સેફ્ટીનું સરકાર દ્વારા પાલન નહીં કરવાના મામલે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશનમાં આજે જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.એસ.સુપૈયાએ સરકારને સૂચન કરતા ટકોર કરી હતી કે, સરકાર અને સ્થાનિક સત્તાતંત્ર કોઇપણ કાયદાના અમલીકરણ માટે લોકોમાં જાગૃતિ કેમ નથી ફેલાવતી. તેના અમલ માટે હોબાળો મચાવવા માટે લોકોના ઘરે જાય છે. ગઇકાલે જેમ હાઇકોર્ટની તારીખના 1 દિવસ પહેલા સ્થળ પર ગયા અને લોકોએ હોબાળો મચાવ્યો કે તેવી સ્થિતિ ઊભી થઇ. લોકોમાં જાગૃતિ લાવવી તે સરકારના અને જાહેરહિતમાં છે.

હાઇકોર્ટમાં રિટ થતાં તેનો વિરોધ કરવા 5 હજાર લોકો રસ્તા ઉપર ઉતરે છે અને કાયદાનું પાલન થતું નથી. હેલ્મેટ, ફાયર સેફ્ટી જેવી અનેક બાબત છે જેમાં કાયદો બનેતો છે પરંતુ તેનું પાલન થવું જોઇએ. કાયદાનું નાગરિકોએ પાલન કરવાનું છે તેવી જાણ લોકોને કેમ નથી કરતા. તમે લોકોને કાયદાના પાલન માટે સંવેદનશીલ બનાવો. કાયદો છે તેને લગતા અનેક ચુકાદા છે છતાં પણ પાલન થતું નથી.

અધિકારીઓ પણ રીતે ફેશનમાં કામ કરે છે. લોકો રસ્તા પર આવે છે અને કાયદાનું પાલન થાય બાબત તમામ ફિલ્ડમાં થાય છે. અધિકારીઓ કાયદાના પાલન માટે વિવેકબુદ્ધિનો ઉપયોગ નથી કરતા.

બીજી તરફ અરજદાર તરફે એડવોકેટ અમિત પંચાલે રજૂઆત કરી હતીકે, ફાયર સેફ્ટી મામલે રાજ્ય સરકાર કોઇ રીતે ગંભીર નથી. 37 જેટલા પોસ્ટ પૈકી સરકારે માત્ર 4 પોસ્ટ ભરી છે. તેમાં પણ કેટલાક તો ડેપ્યુટેશન પર નિમણૂક છે. ગત નાણાકીય વર્ષમાં સરકારે 97 જેટલી પોસ્ટ માટે નાણા વિભાગ પાસે મંજૂરી માગી હતી. નાણાંવિભાગે 97 પોસ્ટ માટે 1 લાખ જેટલી મામૂલી રકમ ફાળવી હતી. જે રકમમાં કઇ રીતે પોસ્ટ ભરાય.

એક તબક્કે કોર્ટે એએમસીને પણ વેધક સવાલ કર્યા હતા કે, 1000 જેટલી બિલ્ડિંગો રાતો રાત તો બંધાઇ નથીને. 1997થી કાયદો હતો તમે શું કર્યું. જો દર વર્ષે 10 બિલ્ડિંગને પણ ફાયર સેફ્ટી લગાવડાવી હોત તો આજે આટલી બિલ્ડિંગ બાકી હોત.

તમે સ્થિતિ માટે તમારા જવાબદાર અધિકારી સામે શું પગલા લીધા. સરકારે પોતાનો બચાવ કરતા રજૂઆત કરી હતીકે, 2014માં કાયદો બનાવ્યો છે. તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભરતી સહિતની કામગીરી માટે યોગ્ય પદ્ધતિ બનાવવાથી લઇને ટેન્ડર પ્રક્રિયા ભરતી પ્રક્રિયામાં સમય લાગી રહ્યો છે. અમે ફાયર સેફ્ટીની કાયદાનો અમલ કરવા પ્રયત્ન કરી રહ્યા છીયે.

અન્ય સમાચારો પણ છે...