• Gujarati News
  • કાશ્મીરની ખીચડી પાછલા બારણે રંધાશે

કાશ્મીરની ખીચડી પાછલા બારણે રંધાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
BSFના વિરોધ સામે નમતું જોખી પાકે. કેમેરા હટાવ્યા

શું પાક. સેના બેક-ચેનલનું પરિણામ મંજૂર કરશે?

રશિયાનાંઉફા ખાતે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો વચ્ચે થયેલી મુલાકાત બાદ બન્ને દેશોમાં જોવા મળી રહેલા વિરોધના વાતાવરણ વચ્ચે આજે પાકિસ્તાન તરફથી બન્ને દેશો વચ્ચે રહેલા તમામ વિવાદાસ્પદ દ્વિપક્ષીય મુદ્દાઓના નિરાકરણ માટે પડદા પાછળની કૂટનીતિનો આશ્રય લેવાની જાહેરાત કરવામાં આવી હતી. પહેલા પણ બન્ને દેશ સળગતા મુદ્દાઓના ઉકેલ માટે બેક-ચેનલ વાતચીતનો સહારો લઇ ચૂક્યા છે, પરંતુ ક્યારેય તેનું કોઇ સાર્થક પરિણામ સાંપડ્યુ નથી.પાકિસ્તાને કહ્યું છે કે વડાપ્રધાન નવાજ શરીફ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર, સિયાચીન અને સરક્રીક સંબંધિત મુદ્દાઓ પડદા પાછળની કૂટનીતિ મારફત ઉકેલવા સહમતી દર્શાવી છે.

વડાપ્રધાનના સલાહકાર સરતાજ અઝિઝે શુક્રવારે કહ્યું હતું કે બન્ને નેતાઓનો મત છે કે સ્થાયી શાંતિ માટે વણઉકેલાયેલા મુદ્દાઓને ઉકેલવા જરૂરી છે. ડોન અખબારે અઝિઝના હવાલાથી કહ્યુ હતું કે,‘ બન્ને પક્ષોએ મુદ્દાને બેક ચેનલ વડે ઉકેલવા સહમતી દર્શાવી છે.

...અનુસંધાનપાના નં.11

જેનાકારણે બન્ને દેશ એક-બીજાના દ્રષ્ટિકોણને સારી રીતે સમજી શકે.’

અઝિઝનું નિવેદન મહત્વ ધરાવે છે. તે એવા સમયે આવ્યું છે, જ્યારે રશિયાના ઉફામાં શરીફ-મોદી વચ્ચે થયેલી બેઠક બાદ પ્રસિદ્ધ સંયુક્ત નિવેદનમાં કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ નહીં હોવાના કારણે પાકિસ્તાનમાં ઘણી ટીકાઓ થઇ રહી હતી.

અઝીઝે કહ્યું હતું કે બન્ને પક્ષોનું માનવુ છે કે વિકાસ માટે વિસ્તારમાં શાંતિ સ્થાપિત થાય તે મહત્વપૂર્ણ છે. બન્ને એક-બીજા સાથે લડવાની જગ્યાએ ગરીબી સામે લડવામાં વિશ્વાસ ધરાવે છે. પહેલી પ્રાથમિકતા નિયંત્રણ રેખા પર તંગદિલીને ઘટાડવાની છે. બન્ને પક્ષોએ સરહદી સુરક્ષા દળ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે બેઠકોની પ્રક્રિયા શરૂ કરવા પર સહમતી દર્શાવી છે.

અમેરિકાએ મુલાકાતને આવકારી

વોશિંગ્ટન : અમેરિકાએ મોદી-શરીફની મુલાકાતને આવકારી છે. એમેરિકાના વિદેશ વિભાગના ઉપ-પ્રવક્તા માર્ર ટોનરે કહ્યું હતું કે,‘ અમે જાહેરાતને આવકારીએ છીએ કે ભારત-પાકિસ્તાન સુરક્ષા, લોકોના પરસ્પર સંપર્ક અને મુંબઈ હુમલાના કેસમાં ઝડપ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરશે. અમે બન્ને દેશોની સરકારો વચ્ચે વાતચીત અને સહયોગને મજબૂતી આપવા માટે ઉઠાવાયેલા પગલાને ટેકો આપીએ છીએ.

તપાસ ચાલુ છે

સરહદીક્ષેત્રમાંરોડ પણ બનાવાઇ રહ્યા છે. હવે ચીની ટેકનોલોજી વાળા સીસીટીવી કેમેરા લગાવાયા છે. બીએસએફ સહિત જાસૂસી એજન્સીઓ કેમેરાઓનો કન્ટ્રોલ રૂમની ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

{ પશ્ચિમી સરહદે પાક દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાના વિરોધની શું અસર રહી,

તેનો વિરોધકરવા પર પાકિસ્તાને જેસલમેર અને બીકાનેરથી કેમેરા હટાવી લીધા છે,

{આમામલે આગળ બીએસએફનું વલણ શું રહેશે,

ખૂબગંભીર મામલો છે. આવનારા દિવસોમાં તેને મોટા સ્તરે ઉઠાવવામાં આવશે,

{તમેકયા સ્તરે તેનો વિરોધ કરશો, આવનારા દિવસોમાં ડીજી સ્તરની વાતચીતમાંમુદ્દો પ્રાથમિકતા પૂર્વક ઉઠાવાશે.

BSFના DGPપાઠક સાથે વાતચીત

ભાસ્કર એક્સપર્ટ

શુક્રવારે પાકે. લગાવેલા કેમેરા ભારતના વિરોદ બાદ શનિવારે હટાવી લીધા હતા.

સેરેના છઠ્ઠી વખત વિમ્બલડન વિજેતા

લંડન : ટોપસીડ એમેરિકાની સેરેના વિલિયમ્સે છઠ્ઠી વખત વિમ્બલડન સિંગલ્સનો ખિતાબ જીતી લીધો હતો. એક કલાક 22 મિનિટ સુધી ચાલેલી ફાઈનલમાં તેણે વીસમી ક્રમાંકિત સ્પેનની ગેબરીન મુગુરુજાને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. સેરેના ટૂર્નામેન્ટમાં પહેલા 2002, 2003, 2009, 2010 તેમજ 2012માં વિજેતા રહી હતી. (વિસ્તૃતઅહેવાલ પાના નં.14)

ભારત અને પાક કાશ્મીર ઉપરાંત સિયાચીન અને સરક્રીક મુદ્દાના પણ બેક ચેનલથી નિરાકરણના પ્રયાસ કરશે