તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં ભારત સૌથી પ્રબળ દાવેદાર : સ્મિથ

ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં ભારત સૌથી પ્રબળ દાવેદાર : સ્મિથ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયનસુકાની સ્ટિવ સ્મિથનું માનવું છે કે આગામી ટ્વેન્ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં અમારી ટીમ વિજયના ઇરાદા સાથે રમશે પરંતુ યજમાન ભારતની સ્થિતિ ઘણી મજબૂત છે. ઓસ્ટ્રેલિયાને આગામી મહિને ભારતમાં રમાનારી ટ્વેન્ટી20 વર્લ્ડ કપ માટેની પ્રબળ દાવેદાર ટીમ તરીકે ગણવામાં આવતી નથી. સ્મિથે જણાવ્યું હતું કે ટ્વેન્ટી20 ક્રિકેટમાં કોઇ પણ દિવસે કોઇ પણ ટીમ ખતરનાક સાબિત થઇ શકે છે અને એક ક્રિકેટર તમારી પાસેથી વિજય છીનવી શકે છે અથવા તો મેચનું પરિણામ બદલી શકે છે.

મારા મતે યજમાન ભારતને તેના ઘરઆંગણે હરાવવી મુશ્કેલ છે. તે શાનદાર ફોર્મમાં છે અને ટીમ તરીકે રમી રહી છે. સ્મિથે જણાવ્યું હતું કે ટ્વેન્ટી20 વર્લ્ડ કપની ટ્રોફી એવી છે જે અમારાથી હજુ સુધી દૂર છે. ભારતનો પ્રવાસ કપરો રહેશે અને ત્યાંની પરિસ્થિતિ અમારા માટે વિદેશ જેવી રહેશે. અમારા પાસે કેટલાક મેચવિનર ખેલાડીઓ છે જેઓ કમાલનું પ્રદર્શન કરવા સક્ષમ છે. ટીમમાં ત્રીજા કે ચોથા ક્રમે કયો ખેલાડી બેટિંગ કરશે તે હજુ સુધી નિશ્ચિત નથી. અમારી પાસે વર્લ્ડ કપ પહેલાં ત્રણ વોર્મ-અપ મેચો છે અને તેમાં પ્રદર્શનના આધારે બેટિંગ ઓર્ડર નક્કી કરીશું. ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સામે 18મી માર્ચે રમીને ટી20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...