તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શૂન્યમાંથી સર્જન કરનાર છોડવડીનાં ઉદ્યોગપતિ, ગરીબો માટે વાડી બનાવી

શૂન્યમાંથી સર્જન કરનાર છોડવડીનાં ઉદ્યોગપતિ, ગરીબો માટે વાડી બનાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતડાયમંડ એસોસિએશનનાં ખજાનચી, ભેંસાણ તાલુકા સુરત લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ, સુરત ડાયમંડ હોસ્પિટલનાં ટ્રસ્ટી એમ અનેક ખાસિયતો ધરાવતા ઉદ્યોગપતિ એટલે ભેંસાણ તાલુકાનાં નાના એવા છોડવડી ગામનાં બાબુભાઇ કથિરીયા.

છોડવડીનાં ગોકળભાઇ અને દુધીબેનનાં ચોથા નંબરનાં પુત્ર બાબુભાઇનો જન્મ થયો વખતે પરિવારની સ્થિતી ખુબજ સામાન્ય હતી. માતા-પિતા સંતાનોનાં ભરણપોષણ માટે રાત-દિવસ જોયા વિના કાળી મજૂરી કરે ત્યારે પરિવારનું ગુજરાન ચાલે. ગોકળભાઇ અને દુધીબેન બાબુભાઇને ભણાવવા માંગતા હતા. તેમણે બાબુભાઇને નવમા ધોરણ સુધી તો ભણાવ્યા. પરંતુ બાબુભાઇ ઘરની સ્થિતી પહેલેથીજ જાણે. તેઓ ભણીને નોકરી કરવા કરતાં કંઇક અલગજ કરવા માંગતા હતા. 9મું પાસ કર્યા બાદ 10 ધોરણમાં પ્રવેશ મેળવવાને બદલે તેમણે સુરતની વાટ પકડી. મૂડી હતી નહીં. આથી તેમણે સામાન્ય હીરાઘસુ તરીકે કારકિર્દી શરૂ કરી. ધીમે ધીમે કામમાં પારંગતતા મેળવતા ગયા. ઘડ પડતી ગઇ અને આખરે હિંમતથી હિરાનું એક કારખાનું નાંખ્યું. સાથે સેવાકિય પ્રવૃત્તિઓમાં પણ ઝંપલાવ્યું. કોઇપણ સેવાકાર્યની ટહેલ નાંખનાર તેમનાં દ્વારેથી ખાલી હાથે પાછું જાય. પછી તો બાબુભાઇએ ટેક્સટાઇલનાં ધંધામાં પણ ઝંપલાવ્યું. કામ કામને શીખવતું ગયું. આજે બાબુભાઇ હિરાબજારમાં મોટું માથું ગણાય છે. હાલ તેમનો પુત્ર હોંગકોંગમાં મોટો કારોબાર સંભાળે છે. પણ જન્મભૂમિનું ઋણ બાબુભાઇ આજેય નથી ભૂલ્યા. જેથી તેમણે છોડવડીમાં 30 લાખનાં ખર્ચે ખાસ ગરીબોને વિનામૂલ્યે પ્રસંગ માટે મળી શકે માટે કથિરીયા વાડીનું નિર્માણ કર્યું. વર્ષ 2000 થી લઇને 2016 સુધી સતત 16 મા સમુહલગ્નનાં તેઓ મુખ્યા દાતા બની રહ્યા છે. છોડવડીમાં તેમણે અનેક મંદિરો, અવેડા, સ્કુલોનાં બાંધકામ માટે દાન આપ્યાં છે.

સેવાની પણ જ્યોત જલાવી સામાજિક ફરજ નિભાવે છે. }ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...