- Gujarati News
- માર્કેટમાં 450 ઇલલિક્વીડ શેર્સમાં ટ્રેડિંગ વખતે સાવધ રહો : BSE
માર્કેટમાં 450 ઇલલિક્વીડ શેર્સમાં ટ્રેડિંગ વખતે સાવધ રહો : BSE
E-IPO માટે ઝડપી પગલા
રોકાણકારોનાહિતની સુરક્ષા માટે એનએસઇ અને બીએસઇએ તેના સભ્યોને માર્કેટમાં જોવા મળતા 450 ઇલલિક્વીડ શેર્સમાં ટ્રેડિંગ વખતે સાવધ રહેવાની સલાહ આપી છે. મર્યાદિત ટ્રેડિંગને કારણે શેર્સનું વેચાણ સહેલુ નથી.
રોકાણકારોને શેર્સ માટે ખરીદદાર મળવા મુશ્કેલ છે.પરિપત્રમાં જણાવ્યું છે કે પોતાનું એકાઉન્ટ ધરાવતા અથવા તેના ક્લાઇન્ટ વતી ટ્રેડિંગ કરતા સભ્યોએ શેર્સમાં ટ્રેડિંગ વખતે સાવચેત રહેવું. સેબીના આદેશ મુજબ બીએસઇ અને એનએસઇએ કુલ 450 ઇલલિક્વીડ શેર્સની યાદી બહાર પાડી છે જેમાં સાવધ રહેવુ જરૂરી છે. બન્ને એક્સચેન્જ પર લિસ્ટેડ થયેલી ઇલલિક્વીડ સ્ક્રિપમાં બિલપાવર,ગુજરાત લીઝ ફાઇનાન્સિંગ,તિજારિયા પોલિપાઇપ્સ,ઉષા માર્ટિન એજ્યુકેશન એન્ડ સોલ્યુશન, ઝેનિથ કોમ્પ્યુટર્સ,પ્રદિપ ઓવરસીઝ અને ગોલ્ડ સ્ટોન ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. સેબીએ ઇલલિક્વીડ સ્ટોક્સમાં ટ્રેડિંગ માટેના ધોરણો હળવા કર્યા હતા.
ઇ-આઇપીઓ અને સ્ટાર્ટઅપના લિસ્ટીંગ માટેના નવા ધોરણોના સારી રીતે અમલીકરણ માટે એનએસઇએ ટ્રેડિંગ સભ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવા તેમજ તેને સબંધિત અધિકારીઓને યોગ્ય તાલીમ આપવા માટે આદેશ આપ્યો છે. સેબી દ્વારા ઇ-આઇપીઓ અને સ્ટાર્ટઅપ માટેના નવા ધોરણો બાદ પગલુ લેવામાં આવ્યું છે. લિસ્ટીંગ માટેનો સમય ઘટાડીને 6 દિવસ કરાયો છે.