• Gujarati News
  • 100 દિવસ થયા, કાળું નાણું ક્યાં છે

100 દિવસ થયા, કાળું નાણું ક્યાં છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસદનાશિયાળુ સત્રના કામકાજના પહેલા દિવસે કાળાં નાણાં મામલે જોરદાર હંગામો થયો હતો. વિપક્ષના સભ્યોએ નરેન્દ્ર મોદી સરકારને સવાલ કર્યો હતો કે,‘100 દિવસ થઇ ગયા. કાળાં નાણાં ક્યાં છેω’ જવાબમાં સરકારે બંને ગૃહોમાં નિવેદન આપ્યું હતું. સરકારે જણાવ્યું તે મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. જોકે વિપક્ષના સભ્યો તમામ કામ રોકીને તરત ચર્ચા કરવાની માગ કરવા લાગ્યા.

સ્પીકર સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે, વિરોધની નવી નવી પદ્ધતિ શોધો. તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત કરીને તે મુદ્દે જેમ બને તેમ જલદી ચર્ચા કરાવવાનો પ્રયત્ન કરશે. જોકે વિપક્ષના સભ્યોએ તેમની વાત સ્વીકારી નહોતી.

...અનુસંધાનપાના નં.6

સીબીઆઇડાયરેક્ટર પસંદ કરવા નથી આવ્યા, ખડગે : લોકસભામાંસીબીઆઇ ડિરેક્ટરની નિમણૂકના નિયમોમાં ફેરફાર સંબંધિત દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના (સુધારો) વિધેયક-2014નું નામ જેવું લેવામાં આવ્યું તેની સાથે વિપક્ષના સભ્ય ભડકી ઊઠ્યાં હતાં. કોંગ્રેસ નેતા ખડગેએ જણાવ્યું કે, અમે અહીં સીબીઆઇ ડાયરેક્ટરની નિમણૂક કરવા નથી આવ્યા. અાપણે લોકશાહીને બચાવી રાખવાની જરૂર વધારે છે.

રાજ્યસભામાં શ્રમ કાયદામાં ફેરફારનો વિરોધ

રાજ્યસભામાં વિપક્ષના સભ્યોએ શ્રમ કાયદામાં ફેરફારનો વિરોધ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર ખરડા દ્વારા મૂડીપતિઓનું હિત સાધવા માગે છે.

પ્રશ્નકાળ ચલાવવા માટે રાજ્યસભામાં પ્રયોગ નિષ્ફળ

રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં સામાન્ય રીતે થતાં હંગામાને રોકવા માટે પ્રશ્નકાળનો સમય બદલાયો હતો. 2011 પછી ફરી આજે પ્રશ્નકાળનો સમય 11 વાગ્યાના બદલે 12 વાગ્યાનો રખાયો હતો. જોકે કોંગ્રેસના સભ્યોના હંગામાના કારણે પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો.

કોંગ્રેસના શાસનમાં કાળું નાણું બહાર ગયું તે જવાબ આપે: નાયડુ

વિવાદની વચ્ચે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ભાજપે 100 દિવસમાં કાળું નાણું પાછું લાવાની વાત કરી હતી. 180 દિવસ થઇ ગયા. કાળું નાણું પાછું કેમ નથી આવ્યુંω મુદ્દે સંસદીય કાર્યપ્રધાન વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, કાળાં નાણાં એનડીએના શાસનમાં બહાર નહોતા ગયા. કોંગ્રેસના શાસનમાં બહાર ગયા હતા. તેનો જવાબ કોંગ્રેસ આપવો જોઇએ.



PIO-OCIના વિલીનીકરણનું બિલ

કેન્દ્ર સરકાર જલદી પીઆઇઓ ( પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન ) અને ઓસીઆઇ ( ઓવરસિઝ સિટિઝન ઓફ ઇન્ડિયા ) કાર્ડોને એકબીજામાં વિલીન કરનાર છે. તે અંગેના બિલનો