તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇયાન બ્રેમર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇયાન બ્રેમર

ગતવર્ષે નવેમ્બરમાં તુર્કી દ્વારા એક રશિયાના લડાકુ વિમાનને તોડી પાડ્યા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધની આશંકા ઉભી થઇ હતી. પરંતુ જુલાઇમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાનના સત્તાપલટાના નિષ્ફળ પ્રયાસ બાદ સ્થિતિ બદલાઇ ગઇ છે. 9 ઓગસ્ટના રોજ એર્દોગાનની રશિયાની યાત્રા અને રાષ્ટ્રપતિ વ્લાદમીર પુટીન સાથે મુલાકાત બાદ પશ્ચિમી દેશોને આશંકા છે કે, તુર્કી અને રશિયા નજીક આવી રહ્યા છે. બંને રાષ્ટ્રપતિઓની પશ્ચિમી દેશો સામેની ફરીયાદ એકસમાન છે. પુટીનએ અમેરિકા અને યુરોપીય નેતાઓ પર નાટોના વિસ્તારની સીમા નક્કી કરવા અને જ્યોર્જિયા, યુક્રેનમાં અસંતોષ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. બીજીબાજુ સરકાર સમર્થક તુર્કિશ અખબારોએ અમેરિકા પર એર્દોગા વિરુદ્ધ બળવો પોકારવાનો આરોપ લગાવ્યો છે. એર્દોગાનએ વિદ્રોહ દરમિયાન હજારો લોકોની ધરપકડ કરવા અંગે પશ્ચિમી દેશો દ્વારા આકરી ટીકા કરવા બદલ આકરો વલણ અપનાવ્યો હતો . બીજી બાજુ પુટીનએ વિદ્રોહ બાદ એર્દોગાન સરકારને સમર્થન આપ્યુ હતું. તુર્કીમાં હજારો લોકોની ધરપકડ પર રશિયાએ મૌન જાળવ્યુ હતું. પુટીન અને એર્દોગાનની વાતચીતથી અનેક ફાયદા થશે. પુટીન નાટોના સભ્ય તુર્કી વિશે શંકા પેદા કરી શકશે. તુર્કીને પુટીન દ્વારા લગાવેલા પ્રતિબંધોથી રાહત મળશે. તુર્કી રશિયાને ખાદ્ય વસ્તુઓની નિકાસ કરી શકશે. આવનારા દિવસોમાં રશિયાના પર્યટકોની સંખ્યા વધશે. અમેરિકા અને યુરોપ સાવચેતીપૂર્વક જોશે કે બંને દેશોના સબંધો કેટલી દૂર સુધી જશે.

તુર્કી અને રશિયાની નજદીકીથી પશ્ચિમી દેશો ચિંતિત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો