તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોગ-સંજોગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુરુવાર18 ઓગ્ષ્ટને શ્રાવણ સુદ પૂર્ણિમાને દિવસે રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં શ્રાવણ સુદ પૂર્ણિમાને આદિ-અનાદિ કાળથી બહેન ભાઇને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે. બહેન ભાઇની રક્ષા થાય તેવી પ્રાર્થના સાથે રક્ષાબંધન કરે છે. વખતે મહત્વની વાત એમ છે કે, રક્ષાબંધનનો તહેવાર નિર્મળ અને શુદ્ધિદાયી છે. ગુરુવારના રોજ ભદ્રા અને વિષ્ઠીનો દોષ આવતો નથી. માટે આખો દિવસ રક્ષાબંધનની ઉજવણી થઇ શકશે અને શુભમૂહુર્તમાં ભુદેવો યજ્ઞોપવિત બદલી શકશે.

શાસ્ત્રોની આજ્ઞા અનુસાર ભદ્રા-વિષ્ઠી વગરની શ્રાવમ પૂર્ણિમાએ રક્ષાબંધન કરવું જોઇએ. જ્યોતિષાચાર્ય ચેતન પટેલના જણાવ્યાનુસાર, વર્ષે કોઇપણ દોષ પૂનમના દિવસે થતો નથી. શ્રાવણ સુદ પૂર્ણિમા સુર્યોદયથી શરૂ કરી બપોરે 14:58 મિનિટ સુધી રહે છે. પૂર્ણિમા પણ ગુરુપૂર્ણિમા જેટલી સિદ્ધિદાયી અને બળવાન ગણાય.

સાથોસાથ વિશેષ પ્રકારનો સિદ્ધિ યોગ રચે છે. જે પણ રક્ષાબંધનના પર્વને ભાગ્યશાળી બનાવે છે. ગ્રહોની સ્થિતિ અનુસાર દિવસ દરમિયાન મહાત્તમ ભાગમાં આઠ ગ્રહો પૈકીના સાત ગ્રહો જેવા કે, ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ સાત ગ્રહો એક બીજાથી કેન્દ્રમાં હોતા બળવાન યોગ રચે છે. જે દિવસની પણ વધુ શુભ અને બળવાન બનાવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં આવી હોય તેવી સ્વચ્છ અને ચોખ્ખો દિવસ ભદ્રા-વિષ્ઠીના દોષ સિવાયનો સ્વચ્છ રક્ષાબંધનનો રહે છે. જેથી દરેક બહેનો નિર્મળ મને ચિંતા રહીત ભાઇઓ માટે શારીરીક અને આર્થિક સમૃદ્ધિની કામના સાથે રક્ષાબંધન કરી શકે છે. ધર્મગુરુઓ દ્વારા પણ ઉન અને રેશમની દોરીથી લોકોને રક્ષાસૂત્ર પહેરાવવામાં આવે છે. તેનાથી પણ કામના અનુસાર રક્ષણ થતુ હોય છે. સાથે દિવસે બ્રાહ્મણો પણ યજ્ઞોપવિત એટલે કે, જનોઇ બદલે છે તે પણ દોષ રહિત રક્ષાબંધને બદલી શકશે.

શુભ મુહૂર્ત

ગુરુવારે આખો દિવસ બહેન બાંધી શકશે ભાઇને રાખડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો