તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રમુખસ્વામીમહારાજનો..... પ્રમુખસ્વામીનાઅનુગામી અને બીએપીએસના વડા તરીકેની જવાબદારી મહંતસ્વામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમુખસ્વામીમહારાજનો..... પ્રમુખસ્વામીનાઅનુગામી અને બીએપીએસના વડા તરીકેની જવાબદારી મહંતસ્વામી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પ્રમુખસ્વામીમહારાજનો.....

પ્રમુખસ્વામીનાઅનુગામી અને બીએપીએસના વડા તરીકેની જવાબદારી મહંતસ્વામી સાધુ કેશવજીવનદાસને સોંપવામાં આવી છે. હવે તેઓ બીએપીએસમાં પ્રમુખ સ્વામીના અનુગામી તરીકે ઓળખાશે.

પ્રમુખસ્વામી મહારાજ ભગવાન શ્રી સ્વમિનારાયણની આધ્યાત્મિક પરંપરામાં પાંચમા ગુરુદેવ હતા. તેમનું સાધુજીવન પૂર્વ રાષ્ટ્રપતિ ડાૅ. અબ્દુલ કલામ સહિત અનેક મહાનુભાવોને પ્રેરણાદાયી રહ્યું હતું. લાખો લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણા સિંચીને તેમનું જીવન પરિવર્તિત કરનારા અને અનેક સેવાકાર્યોમાં જીવન સમર્પિત કરીને અસંખ્ય લોકોના પ્રેરણામૂર્તિ બનેલા કરોડો લોકો તેમના દેહાંતને કારણે ઊંડા શોકમાં ગરકાવ થયા છે.

પ્રમુખસ્વામી મહારાજ 1300 દિવસથી સાળંગપુર ખાતે નિવાસ કર્યો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ખાતે પિતા મોતીભાઈ અને માતા દિવાળીબાના ઘરે 7 ડિસેમ્બર, 1921 (માગશર સુદ આઠમ)એ તેમનો જન્મ થયો હતો. પ્રમુખસ્વામી મહારાજનું જન્મનું નામ શાંતિલાલ હતું. 1થી 5 ધોરણ ગામમાં અભ્યાસ કર્યા બાદ છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવવા માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો હતો. આધ્યાત્માના માર્ગ માટે તેમણે 7 નવેમ્બર, 1939એ ઘરેથી વિદાય લીધી હતી અને 22 નવેમ્બર, 1939એ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજના હસ્તે પાર્ષદની દીક્ષા પ્રાપ્ત કરી હતી. 10 જાન્યુઆરી, 1940એ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવ્યા બાદ તેમનું નામ નારાયણસ્વરૂપ દાસસ્વામી પડ્યું હતું.

પ્રમુખસ્વામીનાઉત્તરાધિકારી.....

મહંતસ્વામીએ1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી. મૂળ આણંદના વતની અને વેપારવ્યવસાય માટે જબલપુરમાં સ્થાયી થયેલા મણિભાઈ નારાયણભાઈ પટેલ તથા ડાહીબહેનને ત્યાં 13 સપ્ટેમ્બર, 1933એ મહંતસ્વામીનો જન્મ થયો હતો. તેમના જન્મના થોડા દિવસો બાદ બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જબલપુર ગયા હતા અને તેમણે બાળ મહંતસ્વામીને આશીર્વાદ આપી કેશવ નામ આપ્યું હતું. પરિવારમાં તેમનું હુલામણા નામ વિનુ હતું. જબલપુરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ પરિવાર સાથે આણંદ સ્થાયી થયા અને આણંદની એગ્રીકલ્ચર કૉલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા મહંતસ્વામી વર્ષ 1951-52માં યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા હતા. યોગીજી મહારાજથી પ્રભાવિત થતાં તેઓ ઉનાળુ વૅકેશનમાં તેમની સાથે પ્રવાસ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ વર્ષ 1957માં યોગીજી મહારાજ પાસેથી તેમણે પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી સાધુજીવન શરૂ કર્યું હતું. દીક્ષા બાદ તેઓ વિનુ ભગત તરીકે ઓળખાવા લાગ્યા. વર્ષ 1961માં તેમને ગોધરામાં દીક્ષા અપાઈ હતી અને સ્વામી કેશવજીવનદાસ બન્યા હતા. તેમણે મુંબઈમાં નવી દીક્ષા લેનારા 51 ઉચ્ચ શિક્ષિકોને સંસ્કૃતનું શિક્ષણ આપ્યું હતું અને દાદર મંદિરના વડા (મહંત) તરીકેની જવાબદારી સોંપાઈ હતી. ત્યારથી તેઓ મહંતસ્વામી તરીકે ઓળખાવા લાગ્યા. વર્ષ 1971માં યોગીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ મહંતસ્વામી પ્રમુખસ્વામીને સમર્પિત થઈ સંપ્રદાયની સેવા કરી શરૂ કરી હતી. અમદાવાદમાં 20 જુલાઈ, 2012એ પ્રમુખસ્વામી મહારાજે મહંતસ્વામીને અનુગામી તરીકે ઘોષિત કર્યા હતા.

પોતેસો વર્ષ પૂરાં.....

પ્રમુખસ્વામીિવશેના પરાત્પર પુસ્તકમાં અબ્દુલ કલામે પ્રસંગ નોંધતાં જણાવ્યંુ છે કે ‘2006માં અોિફસ ઓફ પ્રોફિટ’ના કાયદા પર સહી કરવી કે નહીં તે માટે તેઓ િદ્વધામાં હતા, ત્યારે 1 સપ્ટે., 2006ના રોજ કલામ િદલ્હી અક્ષરધામ મંિદરમાં પ્રમુખસ્વામીના દર્શને ગયા હતા. સમયે પાંચ અંધ માણસો હાથીના આકારનું વર્ણન કરે તેવી ગજેન્દ્ર પીઠીકા જોઇ અને તેમને પોતાની િદ્વધાનું સમાધાન મળી ગયું અને તેમને લાગ્યું કે સંસદની સર્વોપરિતા સમક્ષ શીશ ઝૂકાવવાનો મારો િનર્ણય સાચો હતો.

દુનિયાનાધર્મોએ.....

તેમનીવિદાય સ્વામિનારાયણ સંપ્રદાય માટે નહી પણ સમગ્ર વિશ્વના આધ્યાત્મિક જગત માટે ઘેરા આઘાતની અનુભૂતિ કરાવે છે. આવનારી અનેક પેઢીઓ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સર્જેલા મહાન સીમા ચિહ્નો જેવા કે, અક્ષરધામ, શાળાઓ હોસ્પિટલો મંદિરો બાળ યુવા સંસ્કાર કેન્દ્રો વગેરે દ્વારા તેમના સાનિધ્યનો અનુભવ કરતી રહેશે. આવા મહાન સંતનું ઋણ ક્યારેય ચુકવી શકાતુ નથી. પૂજ્યશ્રીના ચરણોમાં પ્રણિપાત કરીને તેમના ચિંધેલા માર્ગે ચાલીએ તેમને આપણી સાચી ભાવ અંજલી બની રહેશે.

POKમાંપાક.થી.....

મોદીનાપીઓકેવાળા નિવેદનથી પાક.લાલચોળ

ઇસ્લામાબાદ.પીઓકે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી પાકિસ્તાન લાલચોળ થઇ ગયું છે. પાકિસ્તાનના ગૃહપ્રધાન નિસાર અલીએ ભારતના ગૃહપ્રધાન રાજનાથસિંહને પૂછ્યું છે કે રાજનાથ અમને કયો પાઠ ભણાવવા માગે છે. કાશ્મીર પાકિસ્તાનનો અભિન્ન ભાગ છે.ડલ્લાસ. અમેરિકા સ્થિત સંગઠને પાકિસ્તાનને ગિલગિટ-બાલ્ટિસ્તાન પચાવી પાડનાર ગણાવીને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના ભાગમાંથી ઇસ્લામાબાદના ખસી જવાથી કાશ્મીર મુદ્દો ઉકેલવામાં સહાય મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો