તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડાલિયા ગ્રૂપમાં આયકરની તપાસ પૂરી, હવે ડિસ્ક્લોઝર થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાલિયા ગ્રૂપમાં આયકરની તપાસ પૂરી, હવે ડિસ્ક્લોઝર થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
60 કરોડથી વધુના બેનામી હિસાબો બહાર આવે તેવો આઇટીનો નિર્દેશ

બિઝેનસ રિપોર્ટર|રાજકોટ

હાઇબોન્ડઅને વડાલિયા ગ્રૂપમાં સર્ચની કામગીરી આવક વેરા વિભાગે પૂર્ણ કરી છે હવે જપ્ત કરેલા હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા સર્ચ ઓપરેશનમાં કરોડો રૂપિયાનું કાળું નાણું બહાર આવે તેવી સંભાવના છે.

વડાલિયા અને હાઇબોન્ડ ગ્રૂપના ભાગીદારોને ત્યાં તપાસ અંતિમ ચરણમાં છે. સર્ચ ઓપરેશન પૂર્ણ થઇ ગયું છે હવે માત્ર જપ્ત કરેલા હિસાબ સાહિત્ય, લોકર અને હાર્ડડિસ્કની તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે કરોડો રૂપિયાનું ડિસ્ક્લોઝર જાહેર થવાની સંભાવના છે. ચાર દિવસની તપાસના અંતે રૂ.4.25 કરોડથી વધુ રકમની રોકડ વડાલિયા ગ્રૂપ તથા તેમના ભાગીદારોને ત્યાંથી હાથ લાગી હતી અને કરોડોના ઝવેરાત પણ મળ્યા હતા.

આવક વેરા વિભાગે હાઇબોન્ડ સિમેન્ટ અને વડાલિયા ફૂડના ભાગીદારો અને તેમની પેઢીઓમાં આવક વેરા વિભાગે સર્ચ આપરેશન હાથ ધર્યું હતું. આવક વેરા વિભાગે વડાલિયા ફૂડ્સ, હાઇબોન્ડ સિમેન્ટ, કિસાન સિમેન્ટ, મેજર સિમેન્ટ, હોમ માઇકા લેમિનેટ્સ, કિસાન ઇક્વિપમેન્ટ, ફાયબર ટેક કંપોઝિટ, કિસાન ઇન્ફાસ્ટ્રક્ચર, સદ્દગુરુ કોટન અને વડાલિયા ટ્રેડિંગમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

તમામ કંપનીના ભાગીદારોના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરશેન હાથ ધરી કાળું નાણું શોધવામાં આવ્યું હતું. મંગળવારે વડાલિયા ગ્રૂપનું કાળાં નાણાંનો ફાઇનલ આંક આવક વેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો