તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • POKમાં પાક.થી આઝાદ થવાના નારા, ઉગ્ર દેખાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

POKમાં પાક.થી આઝાદ થવાના નારા, ઉગ્ર દેખાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
500થી વધુ લોકોની પાકિસ્તાની સૈન્યે અટકાયત કરી

કાશ્મીરમુદ્દે સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે) પણ ભારતનો હિસ્સો હોવાનો સ્પષ્ટ સંદેશ આપ્યાના બીજા દિવસે પીઓકેમાં પાકિસ્તાનની વિરૂદ્ધમાં ઉગ્ર દેખાવો અને સૂત્રોચ્ચારો કરીને હજારો લોકો શનિવારે રોડ પર આવી ગયા હતા.પાકિસ્તાની સૈન્યના અત્યાચારો સામે પોતાનો રોષ વ્યક્ત કરવા, સૈન્યને ગિલગિટ છોડવાનું કહી રહેલા અને પાકિસ્તાનથી સ્વતંત્રતાના સમર્થનમાં નારાઓ લગાવી રહેલા 500થી વધુ દેખાવકારોની પાકિસ્તાની સૈન્યે અટકાયત કરી હતી. પીઓકેમાં વિરોધી દેખાવો અને નારેબાજી વડાપ્રધાન નવાઝ શરીફ માટે ભારે ફટકો છે.

...અનુસંધાન પાનાં નં.6મોદીના પીઓકેવાળા નિવેદનથી પાક.લાલચોળ

ઇસ્લામાબાદ. પીઓકે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી પાકિસ્તાન લાલચોળ થઇ ગયું છે. પાકિસ્તાનના ગૃહપ્રધાન નિસાર અલીએ ભારતના ગૃહપ્રધાન રાજનાથસિંહને પૂછ્યું છે કે રાજનાથ અમને કયો પાઠ ભણાવવા માગે છે. કાશ્મીર પાકિસ્તાનનો અભિન્ન ભાગ છે.

પાકે. ગિલગિટ-બાલ્ટિસ્તાન પચાવી પાડ્યું

ડલ્લાસ. અમેરિકા સ્થિત સંગઠને પાકિસ્તાનને ગિલગિટ-બાલ્ટિસ્તાન પચાવી પાડનાર ગણાવીને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના ભાગમાંથી ઇસ્લામાબાદના ખસી જવાથી કાશ્મીર મુદ્દો ઉકેલવામાં સહાય મળશે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં માનવાધિકારોના ભંગ પર પ્રકાશ પાડવાની ભારતના વડાપ્રધાન મોદીની નીતિ અેક સકારાત્મક પગલું છે.

યુએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ હાફિઝ કોર્ટમાં ગયો

લાહોર. જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઇદે લાહોર હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા માટે નવાઝ શરીફ સરકારને નિર્દેશ આપવાની માગણી કરી છે.

સમર્થન માટે થેંક્યુ પીએમ મોદી : બલોચ કાર્યકરો

બલુચિસ્તાનનાં સામાજિક કાર્યકર નાયેલા કાદરી અને અન્ય બલોચ કાર્યકરોએ બલુચિસ્તાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને આવકાર્યું છે અને સમર્થન માટે મોદીને થેંક્યુ કહ્યું છે. નાયેલાએ જણાવ્યું કે બલુચિસ્તાનના લોકો મુશ્કેલીમાં છે અને મોદી પાસે આશા રાખે છે કે સપ્ટેમ્બરમાં યુએનમાં તેઓ મુદ્દો ઉઠાવશે.

POKના લોકોને ભારતીય બનવું છે

અંજુમનમિનહાજે રસૂલના ચેરમેન મૌલાના સૈયદ અખ્તર હુસેને પીઓકેની મુલાકાત પછી જણાવ્યું કે ક્ષેત્રના લોકો ભારતનો ભાગ બનવા માગે છે. ભારતમાં સામેલ થ‌વા માટે મતદાન કરી શકે તેના માટે અહીંના લોકો તક મળે તો જનમત સંગ્રહ ઇચ્છે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો