તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘લાવારીસ લક્ષ્મી મને મળી, તેના પર મારો હક’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘લાવારીસ લક્ષ્મી મને મળી, તેના પર મારો હક’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાહુલ દેવ સોલંકી | સમસ્તીપુર

ગરીબીદરેક માર્ગમાં અવરોધ પુરવાર થાય છે. વખતે ખોળો ભરવામાં પણ ગરીબી અવરોધ બની. ભારે પ્રયાસો કરવામાં આવ્યા હોવાછતાં સમસ્તીપુરની બેબીને અત્યાર સુધી લક્ષ્મી મળી શકી નથી. હોસ્પિટલમાં ડોક્ટરોને અપીલ કરી. પોલીસ સ્ટેશને પોલીસને કાકલુદી કરી. દત્તક કેન્દ્રના સંચાલક પાસે ભીખના સ્વરૂપમાં નવજાત લક્ષ્મીની માગણી કરી પરંતુ ક્યાંય પણ કોઇએ તેની વાત સાંભળી. મંત્રી આલોક કુમાર મહેતા સાથે પણ મુલાકાત કી પરંતુ પરિણામ શૂન્ય રહ્યું.

ચોમેરથી નિરાશ થયા પછી ગત ગુરુવારે ફરી એક વાર બેબી દરભંગા સ્થિત દત્તક કેન્દ્ર પહોંચી. અહીં પણ કેન્દ્રના કર્મચારીઓએ તેને નિયમ-કાયદાને ટાંકીને લક્ષ્મીને સોંપવા અસમર્થતા વ્યક્ત કરીને ખાલી હાથે પાછી મોકલી દીધી. ખરેખર, દત્તક આપતા પહેલા થયેલી તપાસમાં એવું જાણવા મળ્યું કે બેબીની આર્થિક સ્થિતિ એવી નથી કે તે બાળાનો ઉછેર યોગ્ય રીતે કરી શકશે. જ્યારે બેબીને 2016ની 10મી જૂને નવજાત શિશુ મોધોપુર ગામના ખેતરમાંથી મળ્યું હતું. ગ્રામીણોએ બેબી દેવીને લક્ષ્મી સોંપી દીધી હતી. તે સમયે નવજાતની સ્થિતિ નાજુક હતી. બે દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં પોતાના ખર્ચે બેબીએ બાળાનો ઇલાજ કરાવ્યો. બાળાની સ્થિતિ નહીં સુધરતા તેને સદર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. રાત-દિવસ તેની દેખભાળ કરી. ત્યાર પછી તેનું નામ લક્ષ્મી રાખ્યું. મોહનપુર ઓપીના માધોપુરની નિ:સંતાન બેબીને સમયે લાગ્યું હતું કે સ્વર્ગ મળી ગયું છે. ભગવાને તેનો ખોળો ભરી દીધો છે. લક્ષ્મી અને તેનો પતિ રંજીત બહુ ખુશ હતા. લક્ષ્મીને કોઇ પણ પ્રકારની તકલીફ નહીં થાય તેના માટે 10 હજાર રૂપિયા ઉધાર લઇને બેબીએ લક્ષ્મીને હોસ્પિટલે દાખલ કરાવી. ઘર છોડીને બંને પતિ-પત્ની બાળાની સાથે રાત-દિવસ હોસ્પિટલે ઉપસ્થિત રહ્યા.

બાળાને દત્તક લેવા માટે એક માતાનો સંઘર્ષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો