• Gujarati News
  • National
  • ‘મોદી દારૂબંધીનો કાયદો બનાવે, રોજગારી પૂરી પાડે તેવી શુભેચ્છા’

‘મોદી દારૂબંધીનો કાયદો બનાવે, રોજગારી પૂરી પાડે તેવી શુભેચ્છા’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં યુવા પેઢીને વ્યસનમુક્ત બનાવીને રોજગારીની તકો પૂરી પાડો : સરળ શિક્ષણનીતિનું અમલીકરણ કરાવો

અલ્પેશ ઠાકોરનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર

વડાપ્રધાનનરેન્દ્ર મોદીના 67મા જન્મદિવસ નિમિત્તે ઓબીસી, એસસી, એસટી એકતા મંચના કન્વીનર અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો છે. જેમાં ઠાકોરે શુભેચ્છાઓના સ્વરૂપે માંગણીઓ મૂકી છે. અલ્પેશ ઠાકોરે મોદીને લખ્યું છે કે ‘આપ દારૂબંધીનો કડક કાયદો બનાવો અને યુવાનોને રોજગારી પૂરી પાડો તેવી જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા.’

અલ્પેશ ઠાકોરે મોદીને પત્રમાં લખ્યું છે કે ‘આપને મારી વિનંતી છે કે જ્યારે આપ રાષ્ટ્રના વડાપ્રધાન છો ત્યારે આપના જન્મદિનની ભેટ સ્વરૂપે ગુજરાત રાજ્યમાં દારૂનો કડક કાયદો બનાવો અને ગુજરાતની બહેનોને વિધવા થતી બચાવો. ઉપરાંત યુવા પેઢીને વ્યસનમુક્ત બનાવીને રોજગારીની તકો પૂરી પાડો. સરળ શિક્ષણનીતિનું અમલીકરણ કરાવો તેવી પ્રાર્થના સાથે શુભેચ્છા.’

અન્ય સમાચારો પણ છે...