• Gujarati News
  • National
  • ટ્રેનિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા મિચેલ સ્ટાર્કને 30 ટાંકા આવ્યા

ટ્રેનિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા મિચેલ સ્ટાર્કને 30 ટાંકા આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિડની | ઓસ્ટ્રેલિયાનોમુખ્ય ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક પગમાં સર્જરી બાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. તેના પગ પર 30 ટાંકા લગાવવા પડ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે ગુરુવારે ટ્રેનિંગના સાધન સાથે અથડાયા બાદ 26 વર્ષના સ્ટાર્કને ભારે ઇજા પહોંચી હતી. આગામી મહિને યોજાનારા ઓસ્ટ્રેલિયાના સાઉથ આફ્રિકા પ્રવાસમાં ડાબોડી ઝડપી બોલર સ્ટાર્કને આરામ આપવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય મેડિકલ અધિકારી જ્હોન આર્ચર્ડે જણાવ્યું હતું કે હાંડકારમાં ફ્રેક્ચર નથી અને પગમાં સ્નાયુંને પણ નુકસાન નથી. ઇજાની સફાઇ માટે તેની સર્જરી કરવામાં આવી હતી. તેમાં લગઊગ 30 ટાંકા લેવા પડ્યા છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે પગની મૂવમેન્ટને ન્યૂનત્તમ રાખવા માટે તે આગામી થોડા દિવસો સુધી હોસ્પિટલમાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ રહેશે.

અન્ય સમાચારો પણ છે...