• Gujarati News
  • National
  • ઓસ્ટ્રેલિયા એની ભારત એ પર 150ની લીડ, કાર્ટરાઈટના 99*

ઓસ્ટ્રેલિયા-એની ભારત-એ પર 150ની લીડ, કાર્ટરાઈટના 99*

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતએના બોલર શરૂઆતની સફળતાઓનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહેતા ઓસ્ટ્રેલિયા-એની ટીમે બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં બીજા દિવસે પહેલી ઈંનિગ્સમાં 5 વિકેટ ગુમાવી 319 રન બનાવી પોતાની સ્થિતી મજબૂત બનાવી લીધી છે. ભારત-એને શુક્રવારે 169 રનના સ્કોર પર આઉટ કર્યાં બાદ ઓસ્ટ્રેલિયા-એનો સ્કોર પહેલી પાંચ ઓવરમાં 11 રન પર 2 વિકેટ થયો હતો પરંતુ હિલ્ટન કાર્ટરાઈટની અણનમ 99 રનની ઇનિંગ્સને કારણે યજમાન ટીમે દિવસ પૂરો થતાં પહેલા 150 રનની લીડ મેળવી લીધી હતી. કાર્ટરાઈટે 153 બોલની પોતાની ઈંનિગ્સમાં 14 બાઉન્ડ્રી અને 1 સિક્સ સાથે અણનમ 99 રન ફટકાર્યા છે. કાર્ટરાઈટે વેબસ્ટર(79)ની સાથે ચોથી વિકેટ માટે 43.2 ઓવરમાં 152 રન બનાવી ઓસ્ટ્રેલિયા-એને મજબૂત સ્થિતીમાં પહોંચાડી દીધું છે. નિક મેડિન્સને પણ 81 રનોની શાનદાર ઈંનિગ્સ રમી હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે 71 રન આપી ત્રણ વિકેટો લીધી હતી. હાર્દિક પંડયાએ 39 રન પર એક વિકેટ) અને જયંત યાદવએ 80 રન પર એક વિકેટ ખેરવી હતી. તે પહેલા ભારત-એની ટીમે દિવસની શરૂઆત 169 રન પર 9 વિકેટ સાથે કરી હતી અને પંડયાએ(79) કેન રિચર્ડસનના(37 રન પર 4 વિકેટ) ચોથા બોલમાં વિકેટકીપર સેમ વાઈટમેનને કેચ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા એની શરૂઆત પણ ખરાબ રહી હતી. શાર્દુલે ટ્રેવિસ ડીન(00) અને જોઇ બર્ન્સ(03)ને શરૂઆતમાં પેવેલિયન ભેગા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...