• Gujarati News
  • વાઇબ્રન્ટ સમિટમાં હવે USA પણ પાર્ટનર દેશ તરીકે જોડાશે

વાઇબ્રન્ટ સમિટમાં હવે USA પણ પાર્ટનર દેશ તરીકે જોડાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદીની પાંચ દિવસની અમેરિકા યાત્રાની સફળતા વિષે તો યાત્રા પૂર્ણ થઈ ત્યારે ઘણું કહેવાયું હતું પરંતુ ગુજરાતને યાત્રાની સફળતાનો સીધો લાભ મળ્યો છે કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અત્યાર સુધીની એકપણ આવૃત્તિમાં પ્રત્યક્ષપણે ભાગ લેનાર અમેરિકાએ હવે સમિટની સાતમી અને 2015માં યોજાનારી આવૃત્તિમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાનો નિર્ણય કર્યો છે.

મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે શુક્રવારે અર્બન ડિઝાઈન અેન્ડ પ્લાનિંગ પરના સેમિનારનું ઉદઘાટન કર્યુ તેના પગલે સેમિનારમાં ભાગ લઈ રહેલા અમેરિકાના મુંબઈ ખાતેના કોન્સલ જનરલ થોમસ વાઇડાએ એવી જાહેરાત કરી હતી કે, અમેરિકા ગુજરાત સાથેના પરસ્પર ટ્રેડ અેન્ડ બિઝનેસ વધારવાના આશયથી અમેરિકા 2015ના વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી બનશે.

11-13 જાન્યુઆરી, 2015ના દિવસોએ યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે.