• Gujarati News
  • અમદાવાદ ભાવનગર વચ્ચે એસટીની વોલ્વો સેવા બંધ

અમદાવાદ-ભાવનગર વચ્ચે એસટીની વોલ્વો સેવા બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતએસટી નિમગ દ્વારા મોટા ઉપાડે લોકોને અત્યાધુનિક સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવેલી વોલ્વો બસસેવા સફેદ હાથી સમાન પુરવાર થઈ રહી છે. નિગમ દ્વારા અગાઉ અમદાવાદથી રાજકોટની વોલ્વો બસસેવા બંધ કર્યા બાદ હવે અમદાવાદથી ભાવનગરની સેવા પણ મુસાફરો મળતા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે પુણે અને શિરડી માટે દોડતી બસો પણ દિવાળી પછી ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા ઊભી થઈ છે. રાજ્યમાં ખાનગી બસસંચાલકો દ્વારા મુસાફરોને અપાતી બસસુવિધા સામે ટકી રહેવા માટે વર્ષની શરૂઆતમાં વોલ્વો બસસેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે નિગમ દ્વારા ભાડાની વોલ્વો બસો લઈ અમદાવાદથી વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને ત્યારબાદ પુણે અને શિરડી સહિત અન્ય સ્થળો માટે વોલ્વો બસસેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ બસોના ભાડા ખાનગી બસોના ભાડા કરતા વધુ હોવાથી તેમજ તેની ફ્રીક્વન્સી પણ બરાબર નહીં હોવાથી નિગમની બસોને પૂરતા પ્રમાણમાં મુસાફરો મળતા હતા. જેથી બસોનું સંચાલન સફેદ હાથી સમાન પુરવાર થઈ રહ્યું હતું. જેના પગલે નિગમના અધિકારીઓએ થોડા સમય પહેલાં અમદાવાદથી રાજકોટની સેવા બંધ કરી હતી.