• Gujarati News
  • લાખાપાદરની સગર્ભા મહિલાનું તાવથી મોત

લાખાપાદરની સગર્ભા મહિલાનું તાવથી મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારીનાલાખાપાદરની એક સગર્ભા મહિલાનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. મહિલાને ધારીથી અમરેલી રિફર કરાતી હતી ત્યારે રસ્તામાં તેમનુ મોત થયુ હતુ.

ધારી તાલુકાના લાખાપાદર ગામના મંજુબેન ભીખાભાઇ પરમાર (ઉ.વ.35) નામની સગર્ભા મહિલાને છેલ્લા બે ત્રણ દિવસથી તાવ આવતો હોય સારવાર માટે મહિલાને સૌપ્રથમ ધારીના સરકારી દવાખાને ખસેડવામા આવી હતી. મહિલાને શ્વાસની પણ બિમારી હોય સ્થાનિક તબીબ દ્વારા તેને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામા આવેલ જો કે અમરેલી પહોંચે તે પહેલા મહિલાનું રસ્તામાં મોત થયું હતુ. મહિલાના પિતા ભીખાભાઇ ધનજીભાઇ પરમારે પોલીસને એવુ જણાવ્યું હતુ કે તેની પત્નીના પેટમાં બાળક હતુ. અને શ્વાસની તકલીફ પણ હતી. અન્ય એક ઘટનામાં બાબરા તાલુકાના ખંભાળા ગામના રાઘવ કરશનભાઇ સાગઠીયા (ઉ.વ.19)નામના દલિત યુવાને ગત તા. 25/9ના બપોરના સમયે ગામની સીમમાં નદીકાંઠે કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પાળીયાદ દવાખાને ખસેડવામા આવ્યો હતો. જયાં તેમનુ સારવારમાં મોત થયું હતુ.