તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુબઇ ઓપનમાં વાવરિંકા ચેમ્પિયન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વિટ્ઝર્લેન્ડનોટેનિસ સ્ટાર સ્તેનિસ્લાસ વાવરિંકા મેન્સ સિંગલ્સની ફાઇનલમાં માર્કોસ બઘડાટિસને હરાવીને દુબઇ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો હતો. ફ્રેન્ચ ઓપન વિજેતા વાવરિંકાએ સતત સેટમાં બઘડાટિસને 6-4, 7-6થી પરાજય આપ્યો હતો. તેણે કારકિર્દીમાં 13મું તથા ચાલુ સિઝનમાં બીજું એટીપી ટાઇટલ જીત્યું હતું.

અગાઉ તે ચેન્નાઇ ઓપનમાં ચેમ્પિયન બન્યો હતો. લગભગ બે કલાક સુધી રમાયેલી ફાઇનલમાં વાવરિંકાએ પ્રથમ સેટને આસાનીથી જીત્યો હતો અને બીજા સેટને ટાઇબ્રેકરમાં જીત્યો હતો. વિજય બાદ વાવરિંકાએ જણાવ્યું હતું કે સપ્તાહ મારા માટે શાનદાર રહ્યું છે. મેં પ્રત્યેક દિવસે મારી રમતમાં સુધારો કર્યો છે અને આગામી ટૂર્નામેન્ટ માટે મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ફાઇનલ મુકાબલો શરૂઆતમાં મુશ્કેલ હતો પરંતુ મેં રીધમ હાંસલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...