તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 76 વર્ષ પૂર્વે અશ્વેત અભિનેત્રી હેટી મેકડેનિયલને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો

76 વર્ષ પૂર્વે અશ્વેત અભિનેત્રી હેટી મેકડેનિયલને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1940 માં આજના દિવસે ગોન વિથ વિન્ડ ફિલ્મ માટે તેમને સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો પુરસ્કાર અપાયો હતો. હેટી અભિનયની સાથે કોમેડી શો અને ગીતો લખવાની સાથે ગાયક પણ હતા. અગાઉ એવું માનવામાં આવતું હતું કે, ઓસ્કાર એવોર્ડ અશ્વેત અભિનેતાઓ માટે નથી. પરંતુ હેટીના જોરદાર અભિનયે પરંપરાનો અંત આણ્યો હતો. જો કે હેટીએ વધારે ફિલ્મો કરી નહોતી. 57 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા હતા. 2006 માં હેટીની યાદમાં અમેરિકામાં ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવી હતી.

ખાસ |હેટી એક ક્લબમાં સફાઇકર્મી હતા. ત્યાં એક દિવસે માલિકને ના પાડી હોવા છતાં હેટીએ મંચ ઉપર જઇને ગીત ગાયું હતું. ત્યારબાદ તેઓએ દરરોજ ગાવાની શરૂઆત કરી અને કારણે તેમને રેડીયો કાર્યક્રમમાં ગાવાનો અવસર પ્રાપ્ત થયો. ધીમે ધીમે અહિંયાથી સિનેમા માટે તેમનો માર્ગ મોકળો થયો .

અન્ય સમાચારો પણ છે...