તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મતભેદો દૂર કરવા અમિત શાહે આગેવાનોને આપી સ્પષ્ટ ચેતવણી

મતભેદો દૂર કરવા અમિત શાહે આગેવાનોને આપી સ્પષ્ટ ચેતવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનાબીજી વાર રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વાર ગુજરાત આવેલા અમિત શાહની પાર્ટીના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમિત શાહે ઉપસ્થિત ધારાસભ્યો, સાંસદો, બોર્ડ અને નિગમોના ચેરમેનો તેમજ વરિષ્ઠ આગેવાનોને કડક ભાષામાં ચેતવણી આપી હતી કે સંગઠનમાં સપાટી પર આવેલા મતભેદોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની આગેવાનીમાં દરેક કાર્યકર અને આગેવાને એક થઈને 2017માં વિજય મેળવવા માટે કામે લાગી જવાનું છે.

શાહે જણાવ્યું કે કોઈ પણ પાર્ટીથી ઉપર નથી અને કોઈની પણ ગેરશિસ્ત કે વ્યક્તિગત મહત્વાકાંક્ષાને ચલાવી નહીં લેવામાં આવે. શાહે દરેક સમાજથી પાર્ટીનું સ્થાન ઊંચું ગણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ બઠકમાં ‘તમામ ધારાસભ્યોને 28મીએ બેઠકમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ 30થી વધારે ધારાસભ્યોએ લગ્ન પ્રસંગોમાં હાજરી આપવાનું બહાનું આપીને બેઠકમાં હાજર રહેવા અંગે અસમર્થ હોવાનું જણાવ્યું હતું.

બેઠકમાં વિજય રૂપાણીની આગેવાની હેઠળ પ્રદેશ સંગઠનની બોડી બનાવવા અંગે તેમજ આગામી સમયમાં મંત્રી મંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી 10 દિવસોમાં પાર્ટી જિલ્લા સ્તરે સંગઠનનું બાકી રહેલું કામ પૂરંુ કરી દેશે. ત્યાર બાદ પ્રદેશની બોડીની જાહેરાત કરાશે અને મંત્રી મંડળમાં પણ ફેરફારો કરાશે.

અભિવાદનકાર્યક્રમમાં પાટીદારો ગેરહાજર

શાહનાઅભિવાદન કાર્યક્રમમાં ભાજપ સંગઠનની કરોડરજ્જુ સમાન ગણાતા પાટીદાર કાર્યકરો ગેરહાજર રહ્યા હતા. જે પાટીદાર આગેવાનો હાજર હતા તે પાર્ટીની શિસ્તથી બંધાયેલા હોવાને કારણે હતા, પરંતુ આગેવાનોના સમર્થકોએ પણ ક્રાયક્રમથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.

શાહ અને સીએમ વચ્ચે સંગઠનની ચર્ચા થઈ

લગ્ન પ્રસંગોનું બહાનું કાઢી શાહની બેઠકમાં 30થી વધુ ધારાસભ્યો ગેરહાજર

અન્ય સમાચારો પણ છે...