તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખાંભાનાં નિંગાળામાં સિંહણ ગ્રામજનો પાછળ દોટ મુકે છે

ખાંભાનાં નિંગાળામાં સિંહણ ગ્રામજનો પાછળ દોટ મુકે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાંભાતાલુકાના રેવન્યુ વિસ્તારમાં અવારનવાર જંગલ વિસ્તારમાંથી સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓ ખોરાક અને પાણી શોધમા આવતા હોય છે અને દુધાળા પશુઓનુ મારણ કરતા હોય છે. હજુ થોડા દિવસ પહેલા સમઢીયાળા-2 ગામે સિંહણ ગામમા ઘુસી ગયાની ઘટના બની હતી. ત્યારે અહીના નિંગાળા ગામે એક સિંહણે અહી વસવાટ કર્યો હોય અને લોકોની પાછળ દોટ મુકતી હોય સિંહણને પાંજરે પુરવાની માંગ ઉઠી છે.

ખાંભા તાલુકાના નિંગાળા ગામે ડુંગરાળ વિસ્તારમાં એક સિંહ અને સિંહણે ધામા નાખ્યા છે જયારે સિંહણ એક માસમાં ચાર જેટલા લોકો પાછળ દોટ લગાવી ચુકી છે. જો કે સદ્દનશીબે હજુ સુધી કોઇને ઇજા પહોંચી નથી. પરંતુ લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સિંહણ ડુંગર ઉપરથી નીચે ઉતરી વાડીઓમાં આંટાફેરા મારે છે.

સિંહણે જોરૂભાઇ લખુભાઇની વાડીમા ભાગીયુ વાવતા ગોબરભાઇ ભરવાડની પાછળ દોડી હતી તેમને તુરત સરપંચ કલ્પેશભાઇને જાણ કરતા તેમના દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. સરપંચે જણાવ્યું હતુ કે સિંહણ છેલ્લા એક માસમા કનુભાઇ રામભાઇ, જોરૂભાઇ લખુભાઇ, વિનુભાઇ વણજારા અને ગોબરભાઇની પાછળ દોડી હતી. ત્યારે સિંહણને પાંજરે પુરવામા આવે તેવી માંગ કરવામા આવી છે. સિંહણ કોઇ વ્યક્તિ પર હુમલો કરે અને જાનહાની થાય તો જવાબદાર કોણ ? એવા સવાલ ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...