તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર : સમાધાનની ફોર્મ્યુલા શું હશે?

ભાસ્કર : સમાધાનની ફોર્મ્યુલા શું હશે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર : સમાધાનની ફોર્મ્યુલા શું હશે?

વિઠ્ઠલ રાદડિયા : પાટીદારઆયોગ બનાવાશે. જે મામલે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આયોગ સરકાર તરફથી ચલાવાશે, જેમાં પાટીદારોને ભણતર સહિત તેમની કોઈ સમસ્યા હશે તો તેનો નિરાકરણ આયોગ લાવશે. ભાસ્કર: પાટીદારો સાથે તમે સમાધાન કરો અને હાર્દિક માને તો શું થશે?

રાદડિયા : હાર્દિકમારી વાત ચોક્કસ માનશે. મને વિશ્વાસ છે. તેણ કહ્યું છે કે, રાદડિયાને વચ્ચે રાખીને સમાધાન કરાવો. તેણે લેખિત ખાતરી પણ આપી છે.

ભાસ્કર: સરકાર હાર્દિક સામેનો રાજદ્રોહનો ગુનો પડતો મૂકવાની તૈયારી કરી રહી છે?

રાદડિયા : હા.હાર્દિક નહીં, અનામત આંદોલન વખતે નોંધાયેલા તમામ ગુના સરકાર પાછા ખેંચી લેશે.

ભાસ્કર: તમે મોદીના કહેવાથી હાર્દિક અને પાટીદારો સાથે સમાધાન કરાવી રહ્યા છો?

રાદડિયા : મોદીનાનહીં પણ આનંદીબેનના કહેવાથી હું સમાધાન માટે આવ્યો છું.

ભાસ્કર: સમાધાન મામલે બેન અને અમીત શાહ અલગ-અલગ વલણ ધરાવે છે ?

રાદડિયા : ના.આવું નથી. બંને ઇચ્છે છે કે સમાધાન થઈ જાય.

ભાસ્કર: હાર્દિકે જે અધિકારી સામે 1200 કરોડની ઓફરના આક્ષેપ કર્યા તે કોણ છે?

રાદડિયા : ના.મને કંઈ ખબર નથી. હાર્દિક જેલમાંથી છૂટે તો તેને પૂછી લેજો.

ભાસ્કર: શું સરકાર પાટીદારોને અને હાર્દિકને જુદા પાડી દેવાની નીતિ પર કામ કરી રહી છે?

રાદડિયા : ના,એવું નથી. પાટીદાર અનામત આંદોલન સમેટાઈ જાય એવું સરકાર ઇચ્છે છે. 8 દિવસમાં અનામત આંદોલન સમેટાઈ જશે.

ભાસ્કર: તમે માનો છો કે હાર્દિક પટેલ પાટીદારોનો સર્વસામાન્ય એકમાત્ર નેતા છે?

રાદડિયા : હાર્દિકપાટીદારોનો નેતા છે. લોકો તેને પોતાના સમાજના નેતા તરીકે માને છે. હાર્દિક પાટીદારો સમાજ માટે કામ કરે છે.

ભાસ્કર: સમાધાન બાબતે જે વાત ચાલી રહી છે તે માટે તમે સીધા આનંદીબેનના સંપર્કમાં છો કે પછી અન્ય કોઈ નેતા સાથે?

રાદડિયા : સમાધાનબાબતે હું સીધા આનંદીબેનના સંપર્કમાં છું. ઉપરાંત વિજય રૂપાણી સાથે પણ બાબતે ચર્ચા કરી છે.

અન્ય સમાચારો પણ છે...