તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખલાસીઓ સાથેની 4 બોટ કરાંચી નહિં પહોંચતા માછીમાર સમાજમાં ચિંતા

ખલાસીઓ સાથેની 4 બોટ કરાંચી નહિં પહોંચતા માછીમાર સમાજમાં ચિંતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનમરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. બે દિવસ પૂર્વે અરેબીયન સી પાસેથી 4 બોટ અને 24 માછીમારોના અપહરણ કરી જવામાં આવ્યા હતા પરંતુ બોટ અને માછીમારો પાકિસ્તાન પહોંચ્યા નહીં હોવાનું જાણવા મળતાં પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના માછીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હજુ અપહરણ કરાયેલી બોટ અને માછીમારો જળસીમામાં હોવાની આશંકા સેવાઈ રહી છે.

પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા બે દિવસ પૂર્વે ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હતા. પ્રથમ 3 બોટ અને 18 માછીમારોના અપહરણ થયાનું બહાર આવ્યું હતું, ત્યારબાદ સત્તાવાર રીતે 4 બોટ અને 24 માછીમારોના અપહરણ થયાનું જાહેર થયું હતું જેમાં 3 ઓખાની અને 1 પોરબંદરની હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે ત્યારબાદ સત્તાવાર રીતે પોરબંદરના માછીમાર આગેવાનોને જાણ કરવામાં આવે છે. પરંતુ બે દિવસ પૂર્વે 4 બોટ અને 24 ખલાસીઓના અપહરણ કરવામાં આવ્યા છે તે હજુ સુધી પાકિસ્તાન પહોંચ્યા નથી અને અંગેની કોઈ સત્તાવાર રીતે જાણ પણ કરવામાં નહીં આવતા બોટ માલિકો અને અપહ્રત માછીમારોના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પોરબંદર બોટ એસો. ના પ્રમુખ મનિષભાઈ લોઢારીએ કોસ્ટગાર્ડને અંગે જાણ કરીને તપાસ કરવા રજૂઆત કરી છે તો બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, પાક મરીન દ્વારા હજુ સુધી બંધક બનાવેલી બોટ અને માછીમારોને પાકિસ્તાન લઈ જવાયા નથી અને તે જળસીમામાં હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા મધ્યસ્થી કરીને બોટ અને માછીમારોને મુક્ત કરાવવામાં આવે તેવી માંગ માછીમારો કરી રહ્યા છે.

બે દિવસ પૂર્વે પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરાયેલી

અન્ય સમાચારો પણ છે...