તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ...તો પાક. ગણી નહીં શકે એટલી ગોળીઓ ચલાવીશું

...તો પાક. ગણી નહીં શકે એટલી ગોળીઓ ચલાવીશું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારંવાર પાકિસ્તાનની અવળચંડાઈ સામે ગૃહમંત્રી રાજનાથસિંહનું આકરું નિવેદન

સરહદેવારંવાર પાકિસ્તાન દ્વારા સંઘર્ષવિરામના ઉલંઘન અને ભારત પર વળતો આરોપ લગાવવાની તેમની અવળચંડાઈનો ગૃહમંત્રી રાજનાથ સિંહે શનિવારે ઉત્તરાખંડમાં આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું છે કે ભારત, પાકિસ્તાન તરફ પહેલી ગોળી નહીં ચલાવે. પરંતુ જો પાકિસ્તાન તરફથી ગોળીબાર થશે તો આપણે એવો જવાબ આપીશું કે તેઓ આપણી ગોળીઓ ગણી પણ નહીં શકે. ઉત્તરાખંડના ખાટિમામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે પાકિસ્તાનની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. અહીં બે દિવસનો \\\'ખાટિમા ફેસ્ટીવલ\\\' શનિવારે શરૂ થયો હોવાથી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

રાજનાથે જેએનયુમાં થયેલા દેશ વિરોધી નારેબાજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે બધુ સહન કરી શકીએ છીએ પરંતુ હિન્દુસ્તાનની બરબાદીના નારા સહન કરી શકતા નથી. ગૃહમંત્રીએ કહ્યું હતુ કે, હું તમને વાતનો વિશ્વાસ અપાવું છું કે અમે ફરી સત્તામાં આવીશું કે નહીં તે વિશે અમને ચિંતા નથી પરંતુ નક્કી છે કે અમે દેશની એકતા પર આંચ નહીં આવવા દઈએ. કોઈપણ પ્રકારે દેશદ્રોહીઓને અને દેશ વિરોધી પ્રવૃત્તિઓને સાંખી લેવામાં આવશે નહીં.

ત્રણ વર્ષમાં માઓવાદ ખતમ કરીશુ

રાજનાથસિંહે કહ્યું છે કે, ત્રણ વર્ષમાં દેશમાંથી માઓવાદ ખતમ કરી દેવામાં આવશે. અમારી સરકારે આંતરીક સુરક્ષાને મજબૂત બનાવી છે. પહેલા 162 જિલ્લા માઓવાદથી પ્રભાવિત હતા હવે માત્ર 141 રહ્યા છે. તેમના મત પ્રમાણે બોર્ડર પરની ઘટનાઓ હવે પહેલાં કરતા ઓછી થઈ છે. અમે જવાનોને છૂટ આપી છે કે તેઓ આતંકવાદીઓને મારવામાં કોઈ સંકોચ રાખે.

અન્ય સમાચારો પણ છે...