તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અફઘાનિસ્તાન: ગવર્નર હાઉસ નજીક સુસાઈડ બ્લાસ્ટમાં 11નાં મોત

અફઘાનિસ્તાન: ગવર્નર હાઉસ નજીક સુસાઈડ બ્લાસ્ટમાં 11નાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસાદાબાદ: અફઘાનિસ્તાનનાપૂર્વીય પ્રાંત અસાદાબાદમાં આત્મઘાતી હુમલામાં એક અફઘાન કમાન્ડર તથા 10 નાગરિકો સહિત 11નાં મોત થયા છે. ઘટનામાં 40 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આદિવાસી નેતાને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. સુસાઈડ બોમ્બર બાઈક પર આવ્યા હતા અને તેમણે ગર્વનર હાઉસ અને પોલીસ સ્ટેશનની નજીકના વિસ્તારમાં બોમ્બ મૂક્યો હતો. હુમલામાં મૃત્યુ પામનાર અને ઘાયલ થનારા લોકો મોટાભાગે સ્થાનિક મહિલાઓ અને બાળકો છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બ્લાસ્ટ વાળો એરિયાને કોર્ડન કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...