• Gujarati News
  • નોકરી છોડ્યા પછી પણ PFની સંપૂર્ણ રકમ ઉપાડાશે નહીં

નોકરી છોડ્યા પછી પણ PFની સંપૂર્ણ રકમ ઉપાડાશે નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોકરીછોડ્યા પછી પણ તમે પીએફની સંપૂર્ણ રકમ ઉપાડી શકશો નહીં. તેના માટે સરકાર નિયમ બદલવાની છે. નવા પ્રસ્તાવ મુજબ 58 વર્ષની વય સુધી તમે વધુમાં વધુ 75 ટકા નાણાં ઉપાડી શકશો. વર્તમાન નિયમ મુજબ જો ખાતા ધારક બે મહિના સુધી બેરોજગાર રહે છે તો તે પીએફના સંપૂર્ણ નાણાં ઉપાડી શકે છે. શ્રમ સચિવ શંકર અગ્રવાલે જણાવ્યું કે બાબત અંગેનો પ્રસ્તાવ મંજૂરી માટે શ્રમ મંત્રાલય પાસે છે. તેના પર 10-15 દિવસમાં નિર્ણય લેવામાં આવશે. સેન્ટ્રલ પીએફ કમિશનર કે.કે.જાલાને પણ ...અનુસંધાનપાના નં.4





જણાવ્યુંકે સૂચિત પરિવર્તન 10-15 દિવસમાં જાહેર કરી દેવામાં આવશે. જાલાનના જણાવ્યા મુજબ પ્રસ્તાવ પર કર્મચારી સંગઠનોની પણ સહમતી છે.

જાલાને જણાવ્યું કે 75 ટકા નાણાં ઉપાડવાની મર્યાદા ઘર બનાવવું, લગ્ન, બાળકોના શિક્ષણ જેવા મામલાઓમાં પણ લાગુ થશે. ધીમે-ધીમે મર્યાદા ઘટીને 50 ટકાએ લાવવામાં આવશે. કોઇ ખાતા ધારક કેટલી વાર નાણાં ઉપાડી શકે છે, તેની પણ મર્યાદા નક્કી થશે. જાલાનના જણાવ્યા મુજબ હાલમાં વર્ષમાં નાણાં ઉપાડવાની આશરે 1.3 કરોડ અરજી આવે છે. તેમાં 65 લાખ અરજીઓ સંપૂર્ણ નાણાં ઉપાડવાની હોય છે.