તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાકિસ્તાનમાં જજ વિરુદ્ધ ટિપ્પણી બદલ બે ટીવી ચેનલનાં લાઇસન્સ રદ

પાકિસ્તાનમાં જજ વિરુદ્ધ ટિપ્પણી બદલ બે ટીવી ચેનલનાં લાઇસન્સ રદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનમાંન્યાયપાલિકા સામે સવાલ ઊભા કરનાર ત્રણ ટીવી ચેનલો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતાં તેમાંથી બે ચેનલના લાઈસન્સ રદ કરી દેવાયા છે અને ત્રીજી ચેનલને દંડ ફટકારાયો છે. દંડ ઈલેક્ટ્રોનિક મીડિયા ઉપર નજર રાખનાર પેમેરાએ સજા ફટકારી છે.

ટીવી ચેનલોએ સુપ્રીમકોર્ટના એક ન્યાયાધીશ ઉપર ટિપ્પણી કરી હતી. જેને આધારવિહોણી ગણવાઇ હતી. જેની સામે દિન ન્યૂઝનું 30 દિવસ અને નિયો ટીવીનું 7 દિવસ માટે લાઈસન્સ રદ કરી દેવાયું છે તેમજ 10 લાખનો દંડ ફટકારાયો છે. જોકે સચ ટીવી ઉપર એક દર્શકના વિચાર સંભળાવવાના આરોપ હેઠળ 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. રેગ્યુલેટર પેમેરાએ કહ્યું કે ત્રણે ટીવી ચેનલને બિનજવાબદાર વિશ્લેષણને લીધે 19 નવેમ્બરે નોટિસ પાઠવાઇ હતી અને 26 નવેમ્બર સુધી જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...