તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તો દુશ્મનની આંખો કાઢીને હાથમાં આપીશું : પારિકર

તો દુશ્મનની આંખો કાઢીને હાથમાં આપીશું : પારિકર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીયસંરક્ષણ મંત્રી મનોહર પારિકરે શનિવારે આકરા શબ્દોમાં કહ્યું કે ભારત યુદ્ધ નથી ઇચ્છતું પરંતુ જો વારંવાર ઉશ્કેરણી કરવામાં આવશે તો તે દુશ્મનની આંખો કાઢી તેના હાથમાં આપી દેશે. ગોવાના એલ્ડોના વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધતી વખતે પારિકરે કહ્યું કે અમે લડવા માટે વ્યાકુળ નથી પરંતુ જો કોઇ દેશ ઉપર ખરાબ નજરો નાખશે તો અમે તેની આંખો કાઢીને તેના હાથમાં આપી દઇશું, અમારી પાસે આટલી તાકાત છે. પારિકરે કહ્યું કે ગોવાના લોકો દુનિયાને બતાવી શકે છે કે તેમણે કેન્દ્રમાં એવી વ્યક્તિને મોકલી હતી જેણે દુશ્મનોના ગાલ પર જોરદાર તમાચો માર્યો છે. ત્રણ દિવસ અગાઉ પાક. તરફથી ડીજીએમઓ સ્તરની વાટાઘાટના અનુરોધ તરફ ઇશારો કરતાં પારિકરે કહ્યું કે ગત ત્રણ દિવસોથી સરહદે ફાયરિંગ થયું નથી કેમ કે તે એકવાર ફાયરિંગ કરે છે તો અમે બે વાર ફાયરિંગ કરીઅે છીએ.

સંરક્ષણ મંત્રીની પાકિસ્તાનને ચેતવણી

અન્ય સમાચારો પણ છે...