• Gujarati News
  • National
  • જહાજમાં પાણીની ટાંકીમાં છુપાવ્યું\' તું હેરોઇન

જહાજમાં પાણીની ટાંકીમાં છુપાવ્યું\' તું હેરોઇન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
500-500 કિલોનાં બે ભાગ પાણીની બે ટાંકીઓમાં રાખ્યા હતા અને 500 કિલોનો એક જથ્થો ટગબોટની બાજુમાં રાખ્યો હતો જેથી શંકા જાય

ટગ બોટને ઝડપવા કોસ્ટગાર્ડની કવાયત

બે સટેલાઇટ ફોન મળી આવ્યા

1500કીલો હેરોઇનનાં જથ્થા સાથે આઠ શખ્સ પડકાયા છે. તેની પાસેથી બે સેટેલાઇટ ફોન પણ મળી આવ્યાં છે. કોસ્ટગાર્ડે તેના આધારે તપાસ હાથ ધરી છે. પકડાયેલા શખ્સો કોનાં સંપર્કમાં હતાં તેના આધારે અન્યને દબોચી લેવા કવાયત હાધ કરી છે.

હેરોઇનનો જથ્થો પાણીમાં ફેંકી દે તેવી કોસ્ટગાર્ડને શંકા હતી |જયારે કોસ્ટગાર્ડનેચોક્કસ માહિતી મળી ગઇ કે જહાજમાં શંકાસ્પદ જથ્થો છે ત્યારે જથ્થો સમુ્દ્રમાં ફેંકી દઇ તે માટે કોસ્ટગાર્ડે પણ તૈયારીઓ રાખી હતી અને તેમાં તેમને સફળતા મળી હતી. કોસ્ટગાર્ડે હેરોઇનનાં જથ્થા સાથે જહાજ અને બોટમાં રહેલા આઠ વ્યકિતને ઝડપી લીધા હતા.

કાગળો વિના પ્રવેશ કર્યો હતો

જહાજનાંકોઇ પ્રકારનાં કાગળો હતા છતાં પણ તેમણે ભાવનગર, અલંગ ખાતે જતા હોવાનું કહ્યું હતું. કોસ્ટગાર્ડે તપાસ કરતાં કોઇ સાહિત્ય મળ્યું હતુ તેના આધારે બોટનો કબજો મેળવ્યો.

એક તબકકે ગુજરાતના દરીયા કિનારે હાલએર્લટ જાહેર કરવામાં આવ્યું હતું

ગુજરાતકોસ્ટગાર્ડને ગત તા. 27 જુલાઇના રોજ એનડીઆરો આપેલા ઇનપુટ બાદ ગુજરાત ના દરીયા કિનારને હાઇએલર્ટ કરી દેવામાં આવ્યો હતો અને પોરબંદર,દીવ,માંગરોળ,દ્વારકા અને હજીરા સહીતના પોર્ટ ની સિકયુરીટી સર્તક કરી દેવામાં આવી હતી તમામ બંદરના રડાર ઉપરથી નજર રાખવામાં આવી હતી દરમ્યાન નુરસબા અને અલઅમીર નામના બે શીપ શંકા ના આધારે ઓખા ખાતે લાવામાં આવ્યા હતા અને તમામ એજન્સીને જાણ કરી અને તપાસ શરુ કરવામાં આવી હતી પરંતુ તપાસ દરમ્યાન કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી ત્યાર બાદ પોરબંદર કોસ્ટગાર્ડની નજરે પ્રિન્સ-2 નામ આપી હેરોઇન નો જથ્થો લઇ અને ભાવનગર આવતુ હેનરી નામનુ જહાજ ઝડપી લેવામાં આવ્યુ હતુ સફળ ઓપરેશન પોરબદર કોસ્ટગાર્ડના સમુદ્રપાવક નામન જહાજ અને પોરબંદર દમન ના હેલીકોપ્ટરે કર્યુ હતુ ટગ બોટ હેરોઇન નુ કન્સાઇનમેન્ટ દરીયામાં ના ફેંકી દે માટે બે શીપ અને હેલીકોપ્ટરની મદદથી ઘેરાવ કરવામાં આવ્યો હતો.

જેટી થી 150 મીટર દુર જહાજ રાખ્યું હતું

હેનરીનામનાં જહાજને પોરબંદર લાવવામાં આવ્યું હતું. પહેલા તો જહાજે જટીથી 150 મીટર દુર રાખવામાં આવ્યું હતું. કારણે વિસ્ફોટક સામાગ્રી હોય તો જાનહાનીને ટાળી શકાય.

સમુદ્ર પાવક જહાજ પાછળ બાંધી લાવ્યા પોરબંદરથી210 નોટીકલ માઇલ સમુદ્રમાંથી હેનરી જહાજ પકડાયું હતું. બાદ કોસ્ટગાર્ડનાં સમુદ્ર પાવક શીપ પાછળ બાંધીને પોરબંદર લાવવામાં આવ્યું હતું.

ગુજરાતની સમુ્દ્ર સીમામાં મોટા જથ્થામાં નશીલા પદાર્થ આવી રહ્યો હોવાની બાતમી કોસ્ટગાર્ડને મળતાં 3 દિવસ પહેલા સર્ચ ઓપરેશન પોરબંદરથી 210 નોટીકલ માઇલ દરીયામાં શરૂ કરાયું હતું. કોસ્ટગાર્ડનાં ડોનીયર અને હેલીકોપ્ટર દ્વારા જહાજ ઉપર ચાંપતી નજર રખાઇ હતી. ફાઇબર બોટમાં 6 થી જેટલા કોસ્ટગાર્ડ જવાનો હથિયાર સાથે તોફાની સમુદ્રમાં જહાજ સુધી પહોંચે છે અને હેલીકોપ્ટરની મદદથી આકાશ પરથી તસ્વીરો લેવાઇ છે. ત્યારબાદ ચારેબાજુથી જહાજને ઘેરી લેવામાં આવે છે. રીતે આખું દિલધડક ઓપરેશન પાર પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...