સેન્સેક્સ ( 32,309-નિફ્ટી 10,014)

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્સેક્સ ( 32,309-નિફ્ટી 10,014)

પ્તાહનાપ્રારંભે નિફ્ટી તેજી સાથે ખૂલ્યો હતો, પણ ઊંચા મથાળે નફારૂપી વેચવાલી રહેતા નિફ્ટી સાધારણ ઘટીને બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી 9930ની પ્રતિકારક સપાટી કુદાવી ગયો હતો. મંગળવારે નિફ્ટીએ 10,000ની સપાટી કુદાવી હતી અને એફ એન્ડ સિરીઝ કોન્ટ્રેક્ટના છેલ્લા દિવસે 10,114.85ની સર્વોચ્ચ સપાટીએ સ્પર્શ્યો હતો. છેલ્લાં બે સેશન ભારે ઉતારચઢાવવાળાં રહ્યાં હતાં. નિફ્ટીએ આગલા સપ્તાહના બંધની સરખામણીએ એક ટકો વધીને 10,000ની સપાટી જાળવી રાખી હતી.

ફ્યુચરઆઉટલૂક : કેલેન્ડરવર્ષે આપણાં માર્કેટો 22 ટકા કરતાં વધુ વધ્યાં હતાં. જોકે છેલ્લાં બેએક સપ્તાહથી હેવીવેઇટના સથવારે નિફ્ટીએ 10,000ની જાદુઈ સપાટી મેળવી હતી. નિફ્ટીએ ઉપરમાં 10,040ની સપાટી વટાવી દીધી છે. હાલ માર્કેટ ઓવરબોટ પોઝિશનમાં હોઈ જેતે શેરોમાં પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ, પણ બજાર જે રીતે વધતું જાય છે, એમાં દરેક નીચા લેવલે નવી લેવાલીનો સપોર્ટ મળી રહે છે. શુક્રવારે નવા ઓગસ્ટ વાયદાના પ્રારંભે વેચવાલી ફરી વળી હતી, પરંતુ નીચા સ્તરે નવી ભારે લેવાલી જોવા મળી હતી. જેથી આગામી સપ્તાહમાં બજાર 200-300ની ટ્રેડિંગ રેન્જમાં ફરશે. નિફ્ટી માટે ઉપરમાં 10,005-10,115ની પ્રતિકારક સપાટી છે, તો નીચામાં 9980-9950 સુધી જઈ શકે એમ છે.

એનએસઈસ્ક્રિપ કોડ : એશિયનપેઇન્ટ્સ, વ્યૂહ : તેજી, છેલ્લો બંધ રૂ. 1153.25, છેલ્લા ત્રણ મહિનાથી શેર ટૂંકી વધઘટે અથડાતો રહ્યો છે. શેર કરેક્શનના તબક્કામાંથી પસાર થઈ ગયો છે, છેલ્લાં કેટલાંક ટ્રેડિંગ સેશન વોલ્યુમમાં ખાસ્સો વધારો થયો છે. જે શેર તેજીતરફી થવાના સંકેત આપે છે. ટૂંકા ગાળામાં શેરની પ્રતિકારક સપાટી રૂ. 1,173 છે. શેર ઉપરમાં રૂ. 1173 સુધી ખરીદવાની ભલામણ છે, ઉપરમાં રૂ. 1,264 સુધી જવાની શક્યતા છે.

એનએસઈસ્ક્રિપ કોડ : હેવેલ્સ,વ્યૂહ : તેજી, છેલ્લો બંધ રૂ. 478.35, શેર પણ છેલ્લા ત્રણ મહિનાથી ટૂંકી રેન્જમાં અથડાઈ ગયો હતો. શેરમાં દૈનિક ચાર્ટ પર સિમેટ્રિકલ ટ્રાયએન્ગલ પેટર્નની રચના થઈ છે. જોતાં શેર ઉપરમાં રૂ. 484 સુધી ખરીદવાની ભલામણ છે. ટૂંકા ગાળાનો લક્ષ્યાંક રૂ. 530 છે. સ્ટોપલોસ રૂ. 456નો રાખવો. (લેખક: એન્જલ બ્રોકિંગના ટેકનિકલ એનાલિસ્ટ છે.)

(બિઝનેસભાસ્કરમાં આવતી તમામ ભલામણ અને ટીપ્સ અંગે વાચકોએ નિષ્ણાતની સલાહ લઇને નિર્ણય લેવો)

અન્ય સમાચારો પણ છે...