સરકાર હોડીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગુજરાતનામુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના 10 મંત્રીઓ તા. 30 જુલાઇ, રવિવારથી સતત પાંચ દિવસ સુધી બનાસકાંઠા અને પાટણ વિસ્તારના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોકાશે. મુખ્યમંત્રી સહિત વહીવટતંત્ર અને મંત્રીઓ પણ ત્યાં રોકાનાર હોવાથી આખી સરકાર પાંચ દિવસ બનાસકાંઠા-પાટણથી ચાલશે તેમ સુત્રોનું કહેવું છે.

...અનુસંધાન પાનાં નં.2મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇને નુકશાની સર્વેક્ષણ, સફાઇ, આરોગ્ય અને વળતરની કામગીરીની ચકાસણી કરશે અને સ્થાનિક સ્થિતિનો તાગ મેળવશે તેમ સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 32 મૃતકોના વારસદારને પ્રત્યેકને રૂ. લાખ પ્રમાણે 1.92 કરોડની સહાયના ચેક આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અતિવૃષ્ટિથી જમીન ધોવાઇ ગઇ હોય, ઘર પડી ગયા હોય, પશુઓ મરી ગયા હોય તેવા તમામ અસરગ્રસ્તોને સહાય ચુકવવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી સાથે મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શંકર ચૌધરી સહિત 10 મંત્રીઓ રોકાશે. મુખ્યમંત્રી રવિવારે કાંકરેજ તાલુકાના ખારીયા અને થરાની મુલાકાત લઇને મૃતકોના પરિવારજનોને મળીને સાત્વના આપી હતી. મુખ્યમંત્રીએ છેલ્લા સો વર્ષમાં જોયું હોય તેવું પૂરતાંડવ બનાસકાંઠામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ એવી હૈયાધારણા આપી હતી કે પૂરગ્રસ્ત વિસ્તારમાં પૂવર્વત સ્થિતિ કરવા માટે જેટલો ખર્ચ કરવો પડશે તેટલો ખર્ચ કરવામાં સરકાર કચાશ રાખશે નહીં. વિસ્તારમાં નુકશાનીનો સર્વે કરવા માટે સંખ્યાબંધ ટીમ ઉતારવામાં આવી છે. ભવિષ્યમાં કોઇ તકલીફ પડે તેટલા માટે લાંબાગાળાનું આયોજન કરીને કામગીરી કરવામાં આવી રહી છે. પછી અસરગ્રસ્તોને સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

બોકસ-1- 49 ડેમ હાઇએલર્ટ, સરદાર સરોવર 120.37ની સપાટીએ

રાજયના 203 જળાશયો પૈકી રવિવારે સવારના સાત વાગ્યા સુધીમાં 49 ડેમ હાઇએલર્ટ, 18 જળાશયો એલર્ટ પર છે. અત્યારે રાજયના 203 જળાશયોની પાણી સંગ્રહી ક્ષમતા 15770.39 મિલીયન કયુબીક મીટર પૈકી હાલ 8631.88 મીલીયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે એટલે કે 54.73 ટકા જેટલા જળાશયો ભરાયા છે. નર્મદા ડેમ 120.37 મીટરની સપાટીએ પહોંચતા 94.67 ટકા ડેમ ભરાય ગયો છે.

હોડીમાં કાંકરેજના ખારિયા ગામ જતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી.

પાંચ દિવસ સરકાર બનાસકાંઠાથી ચાલશે

પૂરગ્રસ્ત ગુજરાતમાં નેતાઓનો પ્રવાસ

અન્ય સમાચારો પણ છે...