કૉંગ્રેસ ખુરશી પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રાજ્યસભાનાઉમેદવાર અહેમદ પટેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રવિવારે રાધનપુરના વારાહીની મુલાકાત લીધી હતી. પટેલે જણાવ્યુ હતું કે પૂરની સ્થિતિ ચિંતાજનક છે. 500 કરોડની મદદથી કશું થશે નહીં, કેન્દ્ર વધુ મદદ આપે.

...અનુસંધાન પાનાં નં.2અહેમદે કહ્યું કે રાજ્ય સરકારે કોઇ પગલા ભર્યા નથી. કેન્દ્ર સરકાર તરફથી ત્વરિત ટીમ આવવી જોઇએ તે પણ હજુ સુધી આવી નથી. સર્વે કરીને પાંચસો કરોડથી કાંઇ થવાનું નથી. લોકોની જાનહાનિ થઇ છે. જમીનો ધોવાઇ ગઇ છે. વધુ રકમ આપવી પડશે.

અહેમદભાઇ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે પુરની પરિસ્થિતિમાં કોંગ્રેસમાં ધારાસભ્યો બેંગ્લોર જઇને બેઠા છે. અે મુદ્દો નથી. આજે ધારાસભ્યે નો કે રાજ્યસભાની ચુંટણીનો સવાલ નહિ. અમે પુરગ્રસ્તોની ખબર પૂછવા આવ્યા છીએ અમારે મન રાજ્યસભાનું કોઇ મહત્વ નથી. અમે લોકોને કેવીરીતે મદદરૂપ થઇ શકાય તે જરૂરી છે અને જે ધારાસભ્યો બેંગ્લોર ગયા છે તેની પાછળ પણ કાંઇ કારણ હશે તેઓ પરમ દિવસ સુધી તો અહિં હતા. એક કે બે દિવસ માટે ગયા છે આવીને ફરીથી કામે લાગી જવાના છે.

ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે કેશ ડોલ્સથી શરૂ કરીને તમામ સહાય આપવી જોઇએ સરકાર લોકોને દુ:ખના સમયમાં સાથ આપવામાં ઉણી ઉતરી છે. માત્ર હેલીકોપ્ટરમાં ફર્યા છે જમીન માર્ગે ફર્યા હોત તો લોકોની મુશ્કેલી બાબતે ચોકકસ માહિતી મળત.

ધાનેરાના માર્કેટયાર્ડમાં પૂરગ્રસ્ત વેપારીઓને મળતા અહેમદ પટેલ.

500 કરોડથી કંઈ થવાનું નથી : અહેમદ

અન્ય સમાચારો પણ છે...