• Gujarati News
  • National
  • જીવનમાં સપનાં અને હકીકતો સમાંતર ચાલે છે

જીવનમાં સપનાં અને હકીકતો સમાંતર ચાલે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મને નિર્દેશકનું માધ્યમ માનવામાં આવે છે અને નિર્દેશકની કલ્પનામાં ભરોસો રાખીને, તેને પડદા પર લાવવા માટે અમુક લોકો જોડાઈ જાય છે. એટલા માટે નામાવલીમાં ‘અ ફિલ્મ બોય’ની સાથે નિર્દેશકનું નામ હોય છે. તાજેતરમાં પ્રદર્શિક કરવામાં આવેલી ‘મુબારકા’ના લેખક ફિલ્મકાર અનીસ બાઝ્મી છે, જેમણે મનમોહન દેસાઈની મસ્ટિસ્ટારર ફિલ્મ ‘નસીબ’માં શત્રુધ્ન સિંહાના બાળપણનો રોલ કર્યો હતો. અનીસ બાઝ્મીને પહેલી તક અજય દેવગણે આપી હતી. તેમણે સાથે મળીને ‘હલચલ’, ‘પ્યાર તો હોના હી થા’ અને ‘દીવાનગી’ બનાવી.

ગઈ સદીના છેલ્લા દાયકામાં દક્ષિણ ભારતની ફિલ્મોમાંથી પ્રેરિત ફિલ્મો મુંબઈમાં બની અને ક્ષેત્રમાં અનીસે ખૂબ કામ કર્યું. નવી સદીમાં તેમણે નિર્માતા બોની કપૂર માટે ‘નો એન્ટ્રી’ બનાવી, જે ખૂબ સફળ રહી અને તેનો બીજો ભાગ પણ અનીસે લખ્યો, પણ ફિલ્મ બની શકી. તેમણે ‘વેલકમ’ના બંને ભાગ બનાવ્યા. અક્ષય કુમાર સાથે બનાવેલી ‘થેન્ક યૂ’ સફળ રહી. તાજેતરમાં પ્રદર્શિત થયેલી ‘મુબારકાં’ પારિવારિક કૉમેડી ફિલ્મ છે. અનિલ કપૂરની સાથે તેમની જૂની મિત્રતા છે અને બાઝ્મી તેમના માટે ચટપટા સંવાદો લખે છે. સિનેમામાં અવારનવાર મૂર્ખ પાત્ર રચવામાં આવે છે અને હાસ્યાસ્પદ પરિસ્થિતિઓનું નિર્માણ સાહજિક થઈ જાય છે.

પશ્ચિમમાં ‘મિસ્ટર બીન’ શ્રેણી આધાર પર લખવામાં આવી છે. હકીકતમાં, ચાર્લી ચેપ્લિનની ફિલ્મોમાં સામાજિક અસમાનતા અને જીવનની વિષમતા દર્શાવીને હાસ્યરસ પીરસવામાં આવતો, પરંતુ તેમના સમકાલીન બસ્ટર કીટન અને લૉરેલ-હાર્ડીના હાસ્યમાં કોઈ સામાજિક પ્રતિબદ્ધતા નથી. હરિશંકર પરસાઈ, શરદ જોશી અને શ્રીલાલ શુક્લ વ્યંગ કરે છે. અલ્હાબાદની એક નાટક સંસ્થા શ્રીલાલ શુક્તના રાગ દરબારીને હાસ્યનાટક તરીકે બદલવાનો પ્રયાસ કરી રહી છેો અને ડિસેમ્બરમાં તેની પ્રથમ પ્રસ્તુતિ ઇન્દોરમાં કરવામાં આવશે. અલ્હાબાદનાં પ્રોફેસર અનિતા ગોપેશ મંડળનાં સંચાલિકા છે. ‘રાગ દરબારી’ લખતી વખતે સમાજમાં જે વિસંગતીઓ હતો, તેના કરતાં ઘણી વધારે અત્યારે છે, પરંતુ સર્જનક્ષેત્રમાં એવો દુષ્કાળ છે કે અમુક બાબતો એટલી સ્પષ્ટતાથી નથી લખવામાં આવતી. અત્યંત ઘાતક પ્રકારનો દુષ્કાળ કહી શકાય તેમ છે.

અર્જૂનદેવ રશ્કે પોતાની એક પટકથા દેવ આનંદને સંભળાવી, તો તેમણે કહ્યું ેક પ્રકારની વાર્તા રાજ કપૂરને પસંદ આવી શકે છે. તેમની ભલામણથી રાજ કપૂરે પટકથા સાંભળી. રાજ કપૂર પ્રેરાયા, પરંતુ ત્યાં હાજર રહેલા શંકર અને જયકિશને કહ્યું કે આમાં તેમને ગીત-સંગીત માટે કોઈ જગ્યા નથી દેખાતી. રાજ કપૂરે તેમને કહ્યું કે એક અઠવાડિયા પછી મુદ્દે નિર્ણય લેશે. અઠવાડિયા પછી રાજ કપૂરે વાર્તાને એવી રીતે રજૂ કરી કે દસ ગીતની શક્યતાઓ સર્જાઈ અને ડાકૂઓ પર બનેલી ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં જેટલી ગોળીઓ ચાલી છે, તેના કરતાં ઘણાં વધારે ગીત ગવાયાં છે. બીજો એક અકસ્માત જુઓ કે જે સમગે વિનોબા ભાવે ચંબલના ડાકુઓ પાસે આત્મ-સમર્પણ કરાવતા હતા. સમયે માઇલો દૂર ઉટકમંડમાં રાજ કપૂર ફિલ્મનો ક્લાઇમેક્સ ફિલ્માવી રહ્યા હતા. હકીકતમાં ડાકુઓના સમર્પણનાં બે વર્ષ પહેલાં ફિલ્મ બનવાની શરૂ થઈ હતી અને તેના ઘણા પહેલાં અર્જુનદેવે વાર્તાની કલ્પના કરી હતી.

બીજો એક અકસ્માત પણ છે કે અનીસ બાઝ્મીની ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ વખતે અજય અને કાજોલને પ્રેમ થયો અને તેમણે લગ્ન કર્યાં. શું શક્ય છે કે શૂટિંગ વખતે, જે પ્રેમ અંકુરિત થયો, તેનાં બીજ પહેલાં તેમના હૃદયમાં મોજૂદ હતાં, જ્યારે તે ફિલ્મ તો માત્ર ટ્રિગર પોઇન્ટ હતી. ઇશ્કનો દરિયો પહેલાંથી વહેતો હતો. જીવનમાં હકીકત અને ગીતો આમ વહેતાં રહે છે. પ્રેમ અને તેની જાગૃતિ થવાની વચ્ચે અવકાશ હોઈ શકે છે. શૈલેન્દ્રનું ગીત છે, ‘પ્યાર હુઆ, ઇકરાર હુઆ, પ્યાર સે ફિર ક્યોં ડરતા હૈ દિલ...’ હકીકતમાં ડર ગુમાવી દેવાનો છે.

જયપ્રકાશ ચોક્સે

jpchoukse@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...