• Gujarati News
  • National
  • પંકજ ચતુર્વેદી એનબીટીના સંપાદક

પંકજ ચતુર્વેદી એનબીટીના સંપાદક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી ભાષાઓ જાણવાથી મળતો આનંદ

એક આચાર્યએ ઇચ્છાશક્તિ દ્વારા સાકાર કરી ત્રિભાષા ‘ફોર્મ્યૂલા’

થોડાં વર્ષ પહેલાંની વાત છે- નેશનલ બુક ટ્રસ્ટ (એનબીટી)એ આસામના નલબારીમાં પુસ્તકમેળાનું આયોજન કર્યું હતુ. તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પરિસરમાં એક બાળમંડપ બનાવવામાં આવશે, જ્યાં દરરોજ કંઈ ને કંઈ કાર્યક્રમોનું આયોજન થતું રહેશે. જવાબદારી મારા પર હતી. નલબાડી એટલે નલનું ગામ! આસામના મોટા ભાગના હિંસક આંદોલનોમાં વિસ્તાર આગળ પડતો રહ્યો છે. એવું પણ કહી શકાય કે જ્યારે પણ સામાજિક, સાંસ્કૃતિક અસ્મિતા પર ખતરો દેખય, ત્યારે તેના નિરાકરણ માટે લોકો બંદૂકના નાળચાને સાહજિક રસ્તો માને છે. ભરતના પિતા ‘નળ’ એટલે કે નળ-દમયંતીવાળા નળના નામ પરથી શહેરનનું નામ પડ્યું છે. અહીંના લોકોને વિશ્વાસ છે કે આપણા દેશની પ્રારંભ ભૂમિ છે અને દેશમાં સૂ્ર્યનું સોથી પહેલું કિરણ અહીં પડે છે. અથવા તો તમે એવું કહી શકો કે જ્ઞાનનાં કિરણો અહીં પ્રકાશે છે. ભૂતાનની સરહદે આવેલા હર્યા-ભર્યા ગામમાં શાળાની વિદ્યાર્થિનીઓ પારંપરિક મેખલા એટલે કે સાડી સાથે મળતો આવતો પહેરવેશ ધારણ કરીને શાળાએ જાય છે. બાળમંડપમાં પહેલા દિવસે બસો કરતાં બાળકો આવ્યાં હતાં. સામાન્ય રીતે પૂર્વોત્તર રાજ્યના લોકો માટે દિલ્હી અને દિલ્હીવાળાઓ દૂરના લોકો લાગે છે. સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે બાળકોમાં કંટાળો છે. ત્યારે અમુક શબ્દો બોર્ડ પર લખવાની વાત આવી. મેં મારી ભાંગીતૂટી બાંગ્લામાં શબ્દો લખ્યા. મને ખબર હતી કે અને સિવાય બાંગ્લા અને અસમિયા લિપિ લગભગ સરખી જેવી છે. જેવું મેં બોર્ડ પર તેમની ભાષામાં કંઈક લખ્યું, બાળકોના ચહેરા પર ચમક પાછી આવી ગઈ.

પછીના આઠ દિવસ અનેક બાળકો આવતાં, તેઓ અસમિયા બોલતા, અમુક હિન્દી શબ્દો હોતા, તેઓ મારી હિન્દી સરળતાથી સમજતા અને હંુ અવારનવાર અમુક વાક્યો તેમની લિપિમાં બોર્ડ પર લખીને તેમાંનો એક બની જતો. મારા માટે અેક અનોખી તક અને અનુભવ હતો કે કેવી રીતે એક ભાષા આખા સમાજ સાથે તમને જોડે છે. હમણાં થોડા દિવસ પહેલાંની વાત છે, મારા કાર્યાલયમાં એક જાણીતા પુસ્તર વિક્રેતા આવ્યા, તેમને કોઈ શાળામાંથી ગુજરાતી પુસ્તકોનો ઑર્ડર મળ્યો હતો. તેમને ગુજરાતી આવડતી નહોતી, કે તો મારી બુકશોપમાં કોઈને ગુજરાતી આવડે છે. અમારા ગુજરાતી સંપાદક ટૂર પર હતા. નિરાશ સજ્જન મારી પાસે આવ્યા અને મેં તેમનાં પુસ્તકોનાં નામ અંગ્રેજી અથવા હિન્દીમાં લખી આપ્યાં. થોડી વારમાં તેમને પુસ્તકો મળી પણ ગયા. વાતથી તેઓ, બુક શોપવાળા અને હું પોતે પણ, ખૂબ આનંદિત હતા કે મારા થોડા ભાષા પરિચયના કારણે દિલ્હીની કોઈ સ્કૂલ ગુજરાતી પુસ્તકોથી વંચિત થતાં રહી ગઈ.

હું આઠમા ધોરણથી અગિયારમાં ધોરણ સુધી મધ્ય પ્રદેશના જાવરા જિલ્લાના રતલામની જી.એ. સ્કૂલમાં ભણ્યો હતો. ત્યાંના આચાર્ય જ્ઞાન સિંહનું સપનું હતું કે દરેક બાળક એક કરતાં વધારે ભારતીય ભાષા શીખે. એટલા માટે તેમણે નવમા ધોરણ પછી ગુજરાત,ી મરાઠી, બાંગ્લા કે પછી ઉર્દૂ એવી કોઈ એક ભાષાનો અભ્યાસ ફરજિયાત કરી નાખ્યો. ઉર્દૂ જાફરીસાહેબ ભણાવતા અને તેમની સોટી ઉર્દૂની કોમળતાથી તદ્દન વિપરીત હતી. હિન્દીવાળા જોશી સર એક પીરિયડ ગુજરાતીનો લેતા હતા, જ્યારે અંગ્રેજીના એસઆર મિશ્ર સર બાંગ્લા ભણાવતા હતા. એક ભાષા ભણવી પડશે, તેની પરીક્ષા પણ આપવી પડશે. હા વાર્ષિક પરિણામો પર તેની કોઈ અસર નહોતી પડતી. મેં ત્યાં એક વર્ષ ગુજરાતી અને બીજા વર્ષે બાંગ્લાનો અભ્યાસ કર્યો. અનેક વખત તો અમે લોકો ઇતિહાસ જેવા વિષયોની નોટ્સ ભાષાઓમાં લખતા અને સાંજે તેને ફરીથી હિન્દી અથવા અંગ્રેજીમાં ઉતારવાની મગજમારી થતી. આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું અને અનેક ભાષાઓને થોડી થોડી સમજી શકું છું, અને તેનો લાભ મને આખા દેશમાં ભ્રમણ અને ખાસ કરીને બાળકોની સાથે કામ કરતી વખતે મળે છે, તો યાદ આવે છે કે સરકારી શાળા પણ એટલા સારા વ્યક્તિઓનું નિર્માણ કરે છે જેટલા ‘જાણીતી’ શાળાઓ કરે છે. એક આચાર્યએ પોતાની ઇચ્છાશક્તિ થકી દેશ માટે સપનું બની ગયેલું ‘ત્રિભાષા ફોર્મૂલા’ સાર્થક કરી છે. આજે પણ મારા કામ આવે છે.

અન્ય સમાચારો પણ છે...