તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઐતિહાસિક દિવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાજીઅલીમાં મહિલાઓને પ્રવેશ : ચાદર ચડાવી

ચાર વર્ષ બાદ મહિલાઓએ અંદર ઈબાદત કરી

મુંબઈ | મુંબઈનીપ્રસિદ્ધ હાજીઅલી દરગાહમાં મહિલાઓને પ્રવેશ આપવા બાબતના આંદોલન માટે 29મી નવેમ્બરનો દિવસ ઐતિહાસિક સાબિત થયો હતો. 80 મહિલાઓએ મંગળવારે હાજીઅલી દરગાહમાં પ્રવેશી મજાર સુધી જઈને 4 વર્ષ બાદ ઈબાદત કરી. ‘ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન’ના નેતૃત્વમાં સમગ્ર દેશમાંથી આવેલી 80 મહિલાઓએ અંતે દરગાહમાં પ્રવેશ મેળવ્યો હતો અને મજારના દર્શન કરીને જિયારત કરી.

તિરુવનંતપુરમ | કેરળના પ્રસિદ્ધ પદ્મનાભ સ્વામી મંદિરે મંગળવારે મહિલાઓ માટે બનાવેલા ડ્રેસ કોડને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. મંદિરે મહિલાઓને દર્શન દરમિયાન સલવાર-કમીઝ અને ચુડીદાર પહેરીને આવતી મહિલાઓને પ્રવેશને મંજૂરી આપી છે. નિર્ણય ભક્તોની નારાજગીને ધ્યાનમાં રાખી લેવાયો છે. જોકે મંદિરના વરિષ્ઠ પૂજારી નિર્ણયની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, નિર્ણય આપણી મર્યાદાઓ અને જૂની પરંપરાઓ વિરુદ્ધ છે. અગાઉ મંદિરમાં પ્રવેશ માટે મહિલાઓને ધોતી અને સાડી તેમજ પુરુષોને માત્ર ધોતી પહેરવી અનિવાર્ય હતી.

અન્ય સમાચારો પણ છે...